રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાવાની દહેશત છે. જેના પગલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 147 ટીમો બનાવી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યાં લોકોના ઘરે ઘરે પહોચી આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે. તબીબોની ટીમ, આશાવર્કર બહેનો લોકોના ઘરે ઘરે જઈ કોઈ બીમાર છે કે કેમ તેનો સર્વે કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના સલાટવાડામાં આવેલા તુલસીની ચાલીમાં આરોગ્યની ટીમ સાથે ઝી 24 કલાકની ટીમ પહોચી હતી. જયાં આરોગ્યની ટીમ કંઈ રીતે સેવા આપે છે તેની રિયાલીટી ચેક કરી હતી. આરોગ્યના કર્મચારીઓ જયા પાણી ભરાયા છે ત્યાં કેમિકલયુકત ઓઈલ નાખી રહ્યા છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય તો લોકોના પાણીના ટાંકીમાં પણ દવા નાખી રહ્યા છે. જેથી કોઈ પાણી પીવાથી કે પાણીમાં કામ કરવાથી બીમાર ન પડે. 


મુંબઈથી સુરત આવતી બસમાં 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકની ધરપકડ


જુઓ Live TV:-



આરોગ્યના કર્મચારી લોકોને પેમ્પલેટ્સનું વિતરણ કરી રહ્યા છે. જેમાં ડેન્ગયુ, ચીકનગુનિયા કે મલેરિયાથી બચવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેના જાણકારી આપેલી છે. તો જે લોકોને સામાન્ય તાવ હોય તેમને તાત્કાલીક મેડીકલ ઓફિસર તપાસી દવા આપી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોએ સમા, પરશુરામ ભઠ્ઠા, કારેલીબાગ, છાણી, આજવા, વાઘોડિયા રોડ જેવા વિસ્તામાં ધામા નાખ્યા છે. મહત્વની વાત છે કે, આરોગ્ય વિભાગના સર્વેમાં 2500 થી વધારે લોકોને ઝાડા ઉલટી અને સામાન્ય તાવની બીમારી થઈ હોવાનું સામે આવ્યુ છે.