મુંબઈથી સુરત આવતી બસમાં 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

સુરતના પુણા પોલીસે રૂપિયા 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો શખ્સ મુંબઇથી લકઝરી મારફતે સુરત આવી રહ્યો હતો અને પોતાની પાસેની પૈસા ભરેલી બેગ મહેશ નામના શખ્સને આપવાનો જવાનો હોવાનુ જણાવ્યુ હતું.
 

મુંબઈથી સુરત આવતી બસમાં 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

ચેતન પટેલ/સુરત: સુરતના પુણા પોલીસે રૂપિયા 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો શખ્સ મુંબઇથી લકઝરી મારફતે સુરત આવી રહ્યો હતો અને પોતાની પાસેની પૈસા ભરેલી બેગ મહેશ નામના શખ્સને આપવાનો જવાનો હોવાનુ જણાવ્યુ હતું.

સુરતના પુણા પોલીસનો સ્ટાફ નિયોલ ચેક પોસ્ટ પાસે પેટ્રોલિંગમા હતો તે દરમિયાન લકઝરી બસમા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક મુસાફર બેગ સાથે શંકાસ્પદ હાલતમા દેખાયો હતો. જેથી પોલીસે તેની પાસેની બેગની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેગમા જોતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારણ કે બેગમા રદ્દ કરાયેલી રુ 500 અને એક હજારની મળી કુલ્લે રુ 1 કરોડની ચલણી નોટ મળી આવી હતી. 

જેથી પોલીસે શખ્સની અટકાયત કરી પોલીસ મથકે લઇ આવ્યા હતા. પોલીસ પુછપરછમા ઝડપાયેલા શખ્સે પોતાનુ નામ વિનોદ શાહ જણાવ્યુ હતુ. પોતે સુરતથી મુંબઇ ખાખરા વેચવાનો ધંધો કરે છે. જે મુંબઇના મલાડથી આવી રહ્યો હતો ત્યારે તેના જાણીતાએ આ બેગ સુરતમા રહેતા મહેશભાઇને આપી દેવા જણાવ્યુ હતુ. સાથોસાથ આ બદલે તેમને ભાડાના રૂપિયા 1 હજાર પણ આપ્યા હતા. 

આરોપી વિનોદ શાહ જે રીતે નિવેદન આપી રહ્યો છે તેની વાત પોલીસના ગળામાથી ઉતરતી નથી. હાલ તો પુણા પોલીસે આ અંગે આયકર વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો આ બનાવમાં પોલીસ યોગ્ય અને જીણવટભરી તપાસ હાથ ધરશે તો મોટા માથાના નામ બહાર આવે તેવી શકયતા રહેલી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news