ઝી મીડિયા/બ્યૂરો :હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. વડોદરામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખ્રિસ્તી યુવકે શ્રીમંત પરિવારની એક હિન્દુ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ યુવકે તેને એવી બ્લેકમેલ કરી કે તે પોતાના હાથ પર જ ચીરા મારવા મજબૂર બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે અરજીમાં જણાવ્યું કે, તેમની 23 વર્ષીય દીકરી સેલ્વિન પાઉલ પરમાર નામના એક ખ્રિસ્તી યુવકના સંપર્કમાં આવી હતી. બે વર્ષ પહેલા બંનેનો પરિચય થયો હતો. જેના બાદ યુવકે તેમની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. ધોરણ 10 પાસ સેલ્વિન મારી દીકરીને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો. 


આ પણ વાંચો : શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ


લગ્ન માટે દબાણ કરતા ખ્રિસ્તી યુવકે બાદમાં યુવતીને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યું. તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને તેને ધમકી આપી હતી. તેમજ મારી દીકરીને શરીર પર બ્લેડના ઘા મારવા પણ મજબૂર કરી હતી. આખરે એક દિવસે તેણે દબાણ કરીને મારી દીકરીને ફોસલાવી હતી અને તેને આણંદ ભગાડી લઈ ગયો હતો. જ્યાં બંનેએ ચર્ચમાં લગ્ન કર્યા હતા. 


આ બાદ પણ સેલ્વિને યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. એટલુ જ નહિ, યુવતીને ઘરમાં ગોંધી પણ રાખવામાં આવતી હતી. આ મામલે દીકરીના પિતાને જાણ થતા તેઓ દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ યુવતીના પિતાએ સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પમાર અને પાઉલ પમાર સામે ફરિયાદ દાખલ કરી છે. 


આ પણ વાંચો : રાજકોટમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, ચટાકેદાર પાણીમાં મળ્યા બેક્ટેરિયા


1 મિનિટમાં 40થી 45 ઘા મારવાનું કહેતો હતો
યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો. યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.