શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. 

શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. 

શિક્ષકોને 8 કલાકની ડ્યૂટી કરવી પડશે તે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતભરના શિક્ષકો દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિત્ર રદ કરવાની ફરજ પડી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમયગાળા દરમિયાન જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે. 

શિક્ષણ સંઘની લડત રંગ લાવી 
6 કલાકની શિક્ષકોને ડ્યુટીને 8 કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો હતો. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે, એ પરિપત્રનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આપવામાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ ત્યારે નિયામક દ્વારા કરાયેલ પરિપત્રમાં RTEના ઉલ્લેખ અનુસંધાને આઠ  કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો હતો. વર્ષ 2009માં RTE એક્ટ બન્યો ત્યારે બધા જ શિક્ષકો તાલિમી ટીચર ન હતા. એટલે શાળા સમય પહેલાં અને શાળા સમય બાદનો એક કલાક શિક્ષકોને તૈયારીના ભાગરૂપે આપવાના હેતુ હતો તે માટે આઠ કલાકનો સમય કરવામાં આવ્યો હતો. આજની પરિસ્થિતિમાં દરેક શાળામાં PTC, B.Ed થયેલ ટ્રેન ટીચર ઉપલબ્ધ છે. સરકારી અન્ય કચેરીમાં કર્મચારી આઠ કલાક નોકરી કરે છે તો શાળામાં પણ શિક્ષકોએ આઠ કલાક ફરજ બજાવી જોઈએ તેવું શિક્ષણમંત્રીએ કહ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news