રવિ અગ્રવાલ :કોરોનાની સંભવિત લહેર (third wave) વચ્ચે સરકાર દ્વારા કોવિડ-19નું પાલન કરવાની શરતે વિવિધ ધાર્મિક મહોત્સવમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ધાર્મિક ઉત્સવો ઉજવી રહેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપશે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા છડી મહોત્સવમાં પોલીસની હાજરીમાં કોવિડ-19નું પાલન થયું ન હતું. એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, છડીના આયોજકો દ્વારા નિયમ (covid guideline) નું પાલન કરવામાં આવ્યું ન હતું. ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા ખાતે મોડી રાત્રે પૂજા-વિધી માટે લાવવામાં આવેલી છડીમાં હજારોની સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં વાલ્મીકી સમાજ દ્વારા ગોગા મહારાજની સ્મૃતિમાં વર્ષોથી ધામધૂથી છડી મહોત્સવ (fesitvals) ની ઉજવણી કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોના વાલ્મીકી સમાજના મંડળો દ્વારા ભવ્યાતિ ભવ્ય છડી તૈયાર કરવામાં આવે છે. અને શ્રાવણ વદ નોમના દિવસે છડીને વાજતે-ગાજતે ન્યાય મંદિર લહેરીપુરા ખાતે લાવવામાં આવે છે. અને ત્યાં પૂજા-વિધિ કર્યા બાદ પુનઃ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ સ્થાનકમાં લઇ જવામાં આવે છે અને બીજા દિવસે પવિત્ર જળનો છંટકાવ કરીને વિસર્જન કરવામાં આવે છે.


આ પણ વાંચો : અરવલ્લી ભેદી ધડાકાનું મોટું રહસ્ય ખૂલ્યું, યુવકના ઘરમાં 6 મહિનાથી હતા હથિયાર અને હેન્ડ ગ્રેનેડ


શ્રાવણ વદ નોમના દિવસે ઉજવાતા છડી મહોત્સવમાં શહેર પોલીસ તંત્ર દ્વારા વાલ્મીકી સમાજને એક છડી સાથે 40 લોકોને જોડાવવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ, શ્રદ્ધાના આ પર્વમાં હજારોની સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે ન્યાય મંદિર લહેરીપુરા ખાતે માનવ કીડીયારું ઉભરાયું હોય તેમ જણાતું હતું. છડી મહોત્સવમાં કોવિડ-19નું પાલન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની તકેદારી રાખતા કોઇ અપ્રિય ઘટના બની ન હતી.


વાલ્મીકી સમાજના અગ્રણી રજનીકાંત સોલંકીએ જણાવ્યું હતું કે, વાલ્મીકિ સમાજ દ્વારા છેલ્લા 400 વર્ષથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં આ વખતે 30 જેટલી છડી બેસાડવામાં આવી હતી. પરંપરા મુજબ નોમના દિવસે છડીને ન્યાય મંદિર, લહેરીપુરા ખાતે લાવવામાં આવે છે. અહીં પૂજા-વિધી કર્યા બાદ છડીને વાજતે-ગાજતે પુનઃ વિસ્તારમાં ગોગા મહારાજના મંદિરે લઈ જવામાં આવે છે. જ્યાં બીજા  દિવસે પવિત્ર જળનો છંટકાવ કરી વિસર્જન કરવામાં આવે છે. 


આ પણ વાંચો : રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો 


ઉલ્લેખનીય છે કે, કૃષ્ણ જન્મોત્સવ (janmastami 2021) ની સાથે તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. સરકાર દ્વારા ધાર્મિક તહેવારોમાં કોવિડ-19ની ગાઇડલાઇન (guideline) નું પાલન કરવાની શરતોને આધિન છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ઉત્સવ ઘેલા લોકો દ્વારા કોવિડ-19 ની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર રાજકીય કિન્નાખોરી રાખીને કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ અને ધરપકડ કરવામાં આવી રહી છે. શ્રાવણ વદ નોમના દિવસે ઉજવાયે છડી મહોત્સવ ચર્ચાનો વિષય બન્યો છે. જો આવી જ સ્થિતિ આવનારા ગણેશોત્સવ સહિતના તહેવારોમાં સર્જાશે તો કોરોનાની ત્રીજી લહેર રોકવી અશક્ય છે.