હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરા (Vadodara) શહેરના છાણી (Chhani) વિસ્તારમાં પાલિકા દ્વારા સમયસર કચરાનો નિકાલ ન કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની કામગીરીથી કંટાળેલા એક સ્થાનિકે તો નોનવેજ ભરેલું ડસ્ટબીન કોર્પોરેટરના ઘર બહાર ઠાલવીને કહ્યું કે આ અમારો વિરોધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા (Vadodara) પાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે ફક્ત મોટી કામગીરી પરજ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો છે.

તેલ ભરેલું ટેન્કર પલટી મારતાં તેલની નદી વહી, લોકોએ રીતસર ચલાવી લૂંટ


સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો શહેરના છાણી ટીપી (Chhani TP) 13 વિસ્તારમાં પાલિકા દ્વારા કચરાનો સમયસર નિકાલ ન કરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રોષે ભરાયેલા એક નાગરિકે તો પોતાની હદ વટાવી દીધી. એક સ્થાનિક નાગરિકે અડધી રાત્રે નોનવેજ(ચિકન-મટન) ભરેલુ ડસ્ટબીન ક્રિશ્ના પેલેસ ફ્લેટ કે જ્યાં સ્થાનિક કાઉન્સિલર રહે છે. તેની બહાર ઠાલવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને બાદમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ (Viral) પણ કર્યો હતો.

Reliance Jio ના 5 સસ્તા પ્લાન, મળશે વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ


કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા (Pushpaben Vaghela) શરૂઆતમાં નોનવેજનો કચરો કોઈથી અજાણતા પડી ગયો હશે તેમ સમજ્યા હતા. પરંતુ ફ્લેટના ગેટ પાસે એક ઈસમનો કચરો ફેકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media)  થતા પુષ્પાબેને જણાવ્યું હતું કે કોઈક અસામાજિક તત્વ દ્વારા આવેશમાં આવીને સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા કરવા હિન્ન પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. 


કેટલાક તત્વો દ્વારા છેલા ઘણા સમય થી તેમને ટાર્ગેટ બનાવી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.જેથી તેમને સમગ્ર બનાવ અંગે ફતેહગંજ પોલીસ મથકે વાયરલ (Viral) વિડીયો સુપરત કરી પોલીસ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube