Reliance Jio ના 5 સસ્તા પ્લાન, મળશે વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ

રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે અલગ અલગ સમયે બજેટ પ્લાન રજૂ કરે છે. આમાંથી કેટલાક પ્લાન ડેટાના ઉપયોગને અનુરૂપ હોય છે. જ્યારે કેટલાક કોલિંગ માટે બેસ્ટ પ્લાન હોય છે.

Reliance Jio ના 5 સસ્તા પ્લાન, મળશે વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ

નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે અલગ અલગ સમયે બજેટ પ્લાન રજૂ કરે છે. આમાંથી કેટલાક પ્લાન ડેટાના ઉપયોગને અનુરૂપ હોય છે. જ્યારે કેટલાક કોલિંગ માટે બેસ્ટ પ્લાન હોય છે. ત્યારે જિયોના કેટલાક પ્લાન એવા છે જે ડેટા અને કોલિંગ બંનેમાં શાનદાર છે. આવો જાણીએ રિલાયન્સ જિયોના કેટલાક એવા પ્લાન જે સસ્તા પણ છે. સાથે જ તમારી જરૂરીયાતોને પૂરા પણ કરશે.

1) 100 રૂપિયાથી પણ ઓછાનું રિચાર્જ-
રિલાયંસ જિયો (Reliance Jio) એ જિયોફોન યુઝર્સ માટે 100 રૂપિયામાં સૌથી સસ્તા 2 રિચાર્જ પ્લાન લોન્ત કર્યા છે. જેમાં એક પ્લાનની કિંમત 39 રૂપિયા છે., જ્યારે બીજા પ્લાનની કિંમત 69 રૂપિયા છે. 39 રૂપિયાના રિચાર્જમાં ગ્રાહકને 14 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100MB ડેટા મળશે. આ સાથે જ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળશે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શનને પણ ફ્રી કરી દેવામાં આવ્યું છે.

જિયો (Jio)  ના 69 રૂપિયાના રિચાર્જમાં પણ વેલિટિડી 14 દિવસની મળશે. જો કે તમને દરરોજ 500MB ડેટા મળશે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ કોલિંગ (Unlimited Calling) અને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળશે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શનને પણ ફ્રી કરી દેવામાં આવ્યું છે.

2) 249 રૂપિયાના રિચાર્જનો પ્લાન-
રિલાયંસ જિયો (Reliance Jio) ના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી સાથે રોજ 2GB ડેટા મળશે. તેમ કરીને ગ્રાહકને કુલ 56GB ડેટા મળશે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ (Unlimited Calling) અને 100 ફ્રી SMS મળશે. આ સિવાય JIO TV, JIO CINEMA અને JIO SECURITY જેવા એપ્સ માટે ફ્રીમાં સબસ્ક્રિપ્શન આપવામાં આવશે.

3) 75 રૂપિયાના રિચાર્જનો પ્લાન-
રિલાયંસ જિયોના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી સાથે કુલ 3GB ડેટા મળશે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 50 ફ્રી SMS મળશે.

4) 199 રૂપિયાના રિચાર્જનો પ્લાન-
રિલાયંસ જિયો (Reliance Jio) ના આ પ્લાનમાં ગ્રાહકોને 199 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે રોજ 1.5GB ડેટા મળશે. તેમ કરીને ગ્રાહકને કુલ 42GB ડેટા મળશે. આ પ્લાનમાં જિયો ટુ જિયો ફ્રી કોલિંગની સુવિધા મળશે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 મિનિટ મળશે. તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ (Unlimited Calling) અને 100 ફ્રી SMS મળશે. આ સિવાય JIO TV, JIO CINEMA અને JIO SECURITY જેવા એપ્સ માટે ફ્રીમાં સબસ્ક્રિપ્શન આપવામાં આવશે.

5) 399 રૂપિયાના રિચાર્જનો પ્લાન-
રિલાયંસ જિયો (Reliance Jio) ના આ પ્લાનમાં ગ્રાહકોને 399 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી સાથે રોજ 1.5GB ડેટા મળશે. તેમ કરીને ગ્રાહકને કુલ 84GB ડેટા મળશે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 100 ફ્રી SMS મળશે. આ સિવાય JIO TV, JIO CINEMA અને JIO SECURITY જેવા એપ્સ માટે ફ્રીમાં સબસ્ક્રિપ્શન આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news