તેલ ભરેલું ટેન્કર પલટી મારતાં તેલની નદી વહી, લોકોએ રીતસર ચલાવી લૂંટ
ડ્રાઇવરે (Driver) ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી. જેના કારણે 32 ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.
Trending Photos
હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરા (Vadodara) શહેર નજીક તરસાલી નજીક સુરત (Surat) અમદાવાદ હાઇવે (Ahmedabad Highway) પર કાચુ કપાસિયા તેલ ભરેલું ટેન્કર પલટી મારતા હાઈવે પર તેલ ની નદી વહેતી થઇ હતી. લોકોએ તકનો લાભ ઉઠાવી તેલની રીતસરની લૂંટ ચલાવી હતી.
બનાવ અંગે વાત કરીએ તો ઓમ પ્રકાશ માલી અકોલા (મહારાષ્ટ્ર) ખાતેની ખાનગી કંપની માંથી 32 ટન ઉપરાંત નું કાચુ કપાસિયા તેલ (Cottonseed oil) ટેન્કરમાં ભરી ગુજરાતના કળી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા (Vadodara) શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે (Ahmedabad Highway) પર ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને ઉજાગરો હોવાના કારણે ચાલુ ટેન્કરે જોખું આવી જતા તેને સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો.
એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ
ડ્રાઇવરે (Driver) ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી. જેના કારણે 32 ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.
મહત્વનું છે કે હાલ બજાર માં તેલના ભાવ આસમાને છે સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા વિચાર કરે છે. ત્યારે કપાસિયા તેલ ભરેલા ટેન્કરે પલટી મારતા લોકોએ એકલા પડેલા ડ્રાઇવરની મદદ કરવાને બદલે તકનો આભ ઉઠાવી રીતસરની તેલની લૂંટ ચલાવી હતી. ત્યાંથી પસાર થતા તેમજ નજીકમાં રહેતા લોકોએ કપાસિયા તેલ Cottonseed oil ની નદી વહેતી જોઈ ડબલા ભરી ભરીને તેલ લઈને રવાના થઈ ગયા હતા.
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કેટલું યોગ્ય? 3 લાખ રૂપિયા ઉપાડશો તો રિટાયમેંટ પર 35 લાખ ઓછા મળશે
બનાવમાં ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી નથી. પરંતુ ટેન્કરે પલટી મારતા કંપનીએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો તકનો લાભ ઉઠાવી તેલની લૂંટ ચલાવનાર લોકો વિરુદ્ધ ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે