હાર્દિક દિક્ષીત/વડોદરા: આમ તો તમે કોઈ જવાનીયો યુવતીની છેડતી કરે ને માર ખાય તેવા અનેક કિસ્સા સાંભ્યા હશે ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર માં છેડતી નો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ત્યારે એક અજીબોગરીબ છેડતીની એક ઘટના વડોદરામાં સામે આવી છે. આધેડ વયના રોડ રોમિયોએ તમામ હદ વટાવી દીધી હતી. આ આધેડ વયનો રોડ રોમિયો સિટી બસમાં મુસાફરી કરતી મહિલાઓની છેડતી કરતો હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં મહિલાને આધેડ વયના રોમિયોએ તબિયત પૂછતા વિફરેલી મહિલાએ રોમિયોની તબિયત બગાડી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHO ની જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી


છેડતીનો ભોગ બનેલી મહિલાએ વૃદ્ધ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જેના કારણે જોવા જેવી થઈ હતી. રોષે ભરાયેલી મહિલાએ સિટી બસમાં આધેડ વયના રોડ રોમિયોને ચપ્પલે ચપ્પલે ફટકાર્યો હતો. ત્યારબાદ સિટી બસ સ્ટેન્ડમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાના કારણે લોક ટોળા એકઠા થયા હતા. આ ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રોમિયોની અટકાયત કરી.


ગુજરાતમાં કેમ વારંવાર કેબિનેટ વિસ્તરણની લાગી રહી છે અટકળો, જાણો શું છે કારણો?


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં તમને એક છેડેથી બીજા છેડે લઈ જતી સિટી બસમાં રોજના સેંકડો મુસાફરો પ્રવાસ કરતા હોય છે. જેમાં મહિલાઓ તેમજ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે સિટી બસ સ્ટેન્ડ ખાતે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. તમને જાણીને નવાઇ લાગશે કે અહીંયા એક આધેડ વયનાના વૃદ્ધ રોડ રોમિયો દ્વારા એક મહિલાની છેડતી કરવામાં આવી હતી. છેડતીનો ભોગ બનેલી મહિલા દ્વારા વૃદ્ધ પર આક્ષેપ લગાવતા જણાવવામાં આવ્યું હતું કે, આધેડ વયના આ ઈસમ દ્વારા છેલ્લા ઘણા સમયથી મહિલાનો પીછો કરવામાં આવતો હતો. આ વૃદ્ધ આજ પ્રમાણે અન્ય મહિલાઓ, યુવતીઓને પરેશાન કરતો હતો.


કોર્ટ બહાર લોહીના ફુવારા! પોલીસ સામે 30 સેકન્ડમાં કેદીને ઝીંક્યા 15 ઘા, જુઓ VIDEO


ત્યારે આજે આ આધેડવાય ના ઈસમ દ્વારા તમામ હદ વટાવી મહિલા ની નજીક જઈ કાન માં તબિયત પૂછવામાં આવી હતી.જેથી વિફરાયેલી મહિલા દ્વારા આ ઈસમ ને જાહેરમાં ચપ્પલ વડે ફટકારી સબક શીખવાડવા આવ્યો હતો. સિટી બસ સ્ટેન્ડ ખાતે સર્જાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામા ના કારણે મોટી સંખ્યામાં લોક ટોળા એકઠા થયા હતા ત્યારે સયાજીગંજ પોલીસે ઘટના સ્થળ પર પોહચી વૃદ્ધ રોમિયો ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


BIG BREAKING: ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આટલા ભાવે વેચાણ કરી શકશે


વડોદરામાં અગાઉ કન્ડક્ટરને મહિલાઓએ ઢીબ્યો હતો!
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરામાં મહિલાઓ સાથે ગેર વર્તન કરનાનું એક કન્ડક્ટરને ભારે પડી ગયું હતું. મહિલાઓએ છેડતી કર્યાના આક્ષેપ સાથે આ કન્ડક્ટરને ઢીબી નાખ્યો હતો. જોકે અહીં ગુજરાત તક કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન કરી રહ્યું નથી કે તે કરવાની પ્રેરણા આપી રહ્યું નથી. ભારતીય કાયદા કાનુનને સર્વોપરી રાખી વર્તન કરવાની સલાહ આપે છે. જોકે આ ઘટનામાં તેવું મહિલા દ્વારા કરવામાં આવ્યું ન હતું. ત્યારે બીજી તરફ છેડતી થઈ છે તો તે કન્ડક્ટર કાયદાની ચુંગાલમાં આવી શકે તેમ હતો.