BIG BREAKING: રાયડો પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આટલા ભાવે વેચાણ કરી શકશે

રજીસ્ટ્રેશન કરાવેલુ હોય તેવા ખેડૂતો પાસેથી હાલમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલુ છે, જે આગામી 7મી જૂન, 2023 સુધી ચાલશે. 

BIG BREAKING: રાયડો પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આટલા ભાવે વેચાણ કરી શકશે

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતોમિત્રો પાસેથી ભારત સરકાર દ્વારા પીએસએસ ગાઇડલાઈન મુજબ રૂ. 5450 પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવાની હોઈ રાજ્યના અનેક ખેડૂતોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવેલુ હોય તેવા ખેડૂતો પાસેથી હાલમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલુ છે, જે આગામી 7મી જૂન, 2023 સુધી ચાલશે. 

વધુમાં જણાવ્યા અનુસાર, ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તેવા ખેડૂત મિત્રો રાયડો ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો ગુજકોમાસોલ દ્વારા નિયત કરેલા જે તે ખરીદ કેન્દ્ર ઉપર સ્પોટ રજીસ્ટ્રેશન કરી ખેડૂતો ખરીદ મુજબ પોતાના રાયડાનો જથ્થો વેચાણ કરી શકશે. 

રાયડાનો હાલનો બજાર ભાવ રૂ. 5032 પ્રતિક્વિન્ટલ ચાલી રહ્યો છે, જે ટેકાના ભાવ કરતા રૂ. 418 પ્રતિક્વિન્ટલ ઓછો છે. આથી ખેતી નિયામક દ્વારા રાયડો પકવતા ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં વધુમાં વધુ ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news