• તપાસમા ખૂલ્યુ કે, અટાલીના જે મકાન પાસેથા બળેલા હાડકા મળ્યા છે, તે જમીન કિરીટસિંહની માલિકીની છે

  • આ જમીન પર અગાઉ હોટલનું બાઁધકામ કરાયુ હતું. પરંતુ કોઈ કારણોસર આ કામ આગળ વધ્યુ ન હતું


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની પીઆઈ અજય દેસાઈના પત્નીને ગુમ થઈને 43 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. પરંતુ આ મામલે જોરદાર વળાંક આવ્યો છે. પોલીસે પોલીસે લિસ્ટ બનાવીને સ્વીટી પટેલ (sweety Patel) ના આસપાસના વર્તુળોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની પણ પૂછપરછ કરાઈ હતી. પરંતુ દહેજના જે અવાવરુ મકાન પાસેથી માનવ હાડકા મળ્યા છે, તે જમીન કિરીટસિંહ જાડેજાની માલિકીની નીકળી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કાર્યકર્તાએ વ્યથા ઠાલવીને કહ્યું, ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરો, તેમને કારણે પક્ષની છાપ ખરડાઈ


પોલીસે મિત્રો અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી 
પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો પોલીસ માટે કોયડો બન્યો છે. પોલીસ આ મામલે તમામ દિશામાં તપાસના ઘોડા દોડાવી રહી છે. પોલીસે પીઆઈ અજય દેસાઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ કરી છે. કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. તપાસમા ખૂલ્યુ કે, અટાલીના જે મકાન પાસેથા બળેલા હાડકા મળ્યા છે, તે જમીન કિરીટસિંહની માલિકીની છે. જમીનના દસ્તાવેજની તપાસ કરતા માલૂમ પડ્યુ કે, આ જમીનની માલિકી કિરીટસિંહ જાડેજા તેમજ 15 થી 16 અન્ય ભાગીદારોની છે. આ જમીન પર અગાઉ હોટલનું બાઁધકામ કરાયુ હતું. પરંતુ કોઈ કારણોસર આ કામ આગળ વધ્યુ ન હતું.  


તો બીજી તરફ, પોલીસે સ્વીટી પટેલના પૂર્વ પતિની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા હેતસ પંડ્યા સાથે પણ વાતચીત કરી છે. તેમજ એફએસએલ દ્વારા પીઆઈના એસડીએસ અને પોલીગ્રાફી ટેસ્ટ કરાયો છે.