PM મોદીના આગમન પહેલા અટકાયત કરાયેલ સાદાબ અને સાબિહા કોણ, જેનો ISIS સાથે છે નાતો હોવાની શંકા
PM Modi In Gujarat : વિદેશથી ટ્રસ્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની પોલ ખુલી જતાં હવે વ્યક્તિગત ખાતામાં નાની નાની રકમ જમાં કરાવતી હોવાનું ખૂલતા બંનેની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે
રવિ અગ્રવાલ/વડોદરા :પ્રધાનમંત્રીના વડોદરામાં આગમન પહેલા ATSએ વડોદરામાંથી બે લોકોની અટકાયત કરી હતી. વડોદરામાંથી ગઈકાલે અટકાયત કરાયેલ ડો. સાદાબ પાનવાલા અને સાબિહાની બીજા દિવસે પણ પૂછપરછ ચાલુ છે. કારણ કે, બંનેના બેંક ખાતામાં વિદેશથી નાણાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું છે. સાથે જ બંને ISISના હેન્ડલરના સંપર્કમાં હોવાની પણ શંકા છે. વિદેશથી ટ્રસ્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની પોલ ખુલી જતાં હવે વ્યક્તિગત ખાતામાં નાની નાની રકમ જમાં કરાવતી હોવાનું ખૂલતા બંનેની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
અલ કાયદાના આતંકવાદી હુમલાની ચેતવણીને પગલે ગુજરાત પોલીસ એલર્ટમાં છે. જે અંતર્ગત એટીએસ દ્વારા ચારની ધરપકડ કરવામાં આવી છે. આંતકી પ્રવૃતિ માટે વિદેશથી મોકલાતી નાણાંકીય મદદ ઉપર સરકારે લગામ કસવા લાવેલા નવા કાયદા બાદ ભાંગફોડિયાં તત્ત્વોએ વિદેશી ફંડિંગ મેળવવા નવી તરકીબ શોધી કાઢી હતી. જેને એટીએસ દ્વારા ઝડપી ચારની પૂછપછર શરૂ કરાઇ છે. વડોદરાના બે લોકો પણ આઈએસઆઈએસના સંપર્કમાં છે. વડોદરાના ડો.સાદાબ અને સાબિહા સોશિયલ મીડિયા થકી આઈએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં હોવાની શંકા છે. જેઓ વિદેશી બેંકના પર્સનલ ખાતામાંથી નાની નાની રકમ અલગ અલગ ખાતાઓમાં મેળવતા હતા.
આ પણ વાંચો : 18 જૂને હીરાબાનો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે
એટીએસ દ્વારા બંનેના લેપટોપ અને મોબાઈલ ફોનની તપાસ હાથ ધરાઈ છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલા ચેટમાં અન્યોની સંડોવણી પણ બહાર આવી શકે છે. બુધવારે વેહલી સવારે એટીએસની ટીમે વડોદરાનાં વાડી તાઇવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા નામની યુવતીની ધરપકડ કરી હતી, અને બંનેને અમદાવાદ પૂછપરછ માટે લઈ જવાયા હતા.
વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 18 જૂને વડોદરાના પ્રવાસે છે. પીએમ મોદીના પ્રવાસને પગલે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજવા રોડ લેપ્રસી મેદાન ખાતે કડક સુરક્ષા મૂકાઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. સભાસ્થળે કોઈ પણ શંકાસ્પદ વસ્તું છે કે નહીં તે ચેકિંગ કરાઈ રહ્યુ છે. હેન્ડ ડિટેક્ટર મશીનથી સ્ટેજ પાસે અને સ્ટેજની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મહંમદ પયંગબર વિશે ટિપ્પણી બાદ અલકાયદાએ ગુજરાત સહિત દેશના અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલાની ધમકી આપી છે. ત્યારે ગુજરાતમાં પ્રધાનમંત્રીના પ્રવાસ દરમિયાન કોઈ અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.