રવિ અગ્રવાલ/વડોદરા: વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યમાં ત્રણેય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે, ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીના નેતાઓ ક્યારેક વિવાદિત નિવેદનો આપી બેસતા હોય છે. ત્યારે વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ચૂંટણી લડવી હોય તો પ્રેમથી લડો, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવખત વિવાદિત નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. ભાજપની ગૌરવ યાત્રાની જાહેરસભામાં કેતન ઈમાનદારે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મીડિયા એ જે બોલવું હોય એ બોલે, જે લખવું હોય એ લખે. મારા કાર્યકર્તા પર જો કોઈ આંગળી ઉંચી કરીને જોશે તો તમારો કેતન તમારું સમર્થન કરશે.


તેમણે વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, હું તમને પણ કહી દઉં છું, આગામી સમયમાં ચૂંટણી લડવી હોય તો પ્રેમથી લડજો. લોકોનો વિશ્વાસ જીતીને લડજો. પરંતુ મહેરબાની કરી કાઈ એવું ના કરતા બાકી છેલ્લે તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. 


તેમણે ઉમેર્યું હતું કે, ભાજપની ગૌરવ યાત્રામાં દરેક જગ્યાએ સન્માન મળ્યું છે. કોંગ્રેસમાં તાકાત હોય તો આવી યાત્રા કાઢીને બતાવે. વિકાસ યાત્રા કાઢવાની હિંમત ફક્ત ભાજપમાં છે. અન્ય પાર્ટી ન કરી શકે. તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે, હમણાં પાછો એક નવો પક્ષ આવ્યો છે. જ્યાં જાય ત્યાં એમ કે છે કે અમે આવીશું તો આમ કરીશું, તેમ કરીશું. પણ આવો તો કરશો ને!? કોંગ્રેસ અને આપને એમનો એજન્ડા તો પૂછો... હું તો કોંગ્રેસને કાયમ કહું છું તમે તમારો રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી નથી કરી શકતા, તો ભાજપને શું ટક્કર આપશો?


તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની ગાડીમાં સ્ટેરીંગ પકડનાર કોઈ ડ્રાઈવર જ નથી. 8 ડિસેમ્બરે પરિણામ આવશે અને તેમાં 150થી વધુ ભાજપની સીટ આવશે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.


જુઓ આ પણ વીડિયો:-