ઝી બ્યુરો/વડોદરા: એશિયાની સૌથી મોટી ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી તૈયાર થઈ ગઈ છે. રાજ્યના નાગરિકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વડોદરા ખાતે એશિયાની સૌથી મોટી ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી શરૂ કરાઇ છે. રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી અન્ય રાજ્યોને પણ ઉપયોગી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી દુર્ઘટના! પોળોમાં ફરવા આવેલા યુવકનું મોત, આણંદથી 9 મિત્રો ઇકો કાર લઈ આવ્યા હતા


બીજી બાજુ સયાજી હોસ્પિટલમાં દર્દીઓના ખોરાકમાં શ્વાને મોં મારવા મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સયાજી હોસ્પીટલને નોટીસ ફટકારવામાં આવી છે. સમગ્ર મામલાની આરોગ્ય વિભાગના સચિવ મનોજ અગ્રવાલે ગંભીરતાથી નોંધ લીધી છે. રાજ્ય ની અનેક હોસ્પિટલોમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. આઉટ સોર્સિંગનું કામ કરતી કંપનીને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. તેમજ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે. 


બોટાદનું નવું નજરાણું: કાળઝાળ ગરમીમાં ઢસાનો આ વોટરપાર્ક બન્યો આકર્ષણનું કેન્દ્ર


ZEE 24 કલાકના અહેવાલની ફરી ધારદાર અસર જોવા મળી રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલને નોટીસ ફટકારાઈ છે. હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાનો અહેવાલ દેખાડ્યો હતો. શ્વાન દર્દીના ભોજનમાં મોં મારતા દેખાયા હતા. આ ઘટનાના કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ચિંતિત હતા. ત્યારબાદ આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે પણ આ ઘટનાને ગંભીરતાથી નોંધ લીધી હતી. આઉટ સોર્સિંગનું કામ કરતી કંપની જવાબદાર ઠેરવાશે. રાજ્યની અનેક હોસ્પિટલમાં આવી ઘટનાઓ બની હતી. 


કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો; વિધર્મી પરિણીતાને એવી ધમકી આપી કે વ્હાલું કર્યું મોત


મહત્વનું છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી હતી. જેમાં સયાજી સિવિલ હોસ્પિટલમાં જ્યાં ત્યાં શ્વાન ફરતા હોવાની ઘટનાઓ સામે આવી હતી.. એટલું જ નહીં જે ભોજન દર્દીઓને આપવાનું હોય તે ભોજન લઈને ભાગતા શ્વાન દેખાયા હતા. ત્યારે ઝી 24 કલાકના અહેવાલને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. અને  આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલને પગલા લેવા સૂચન આપી દેવાયુ છે. 


રાજકોટ લોધિકા સંઘ વાઇસ ચેરમેનના રાજીનામાં મામલે રાજકારણ ગરમાયું, જાણો વિગતે


આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાના મહેમાન બન્યા હતા. જ્યાં તેમના દ્વારા રૂ.82 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડોદરા ખાતે એશિયાની સૌથી મોટી ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. ત્યારે નાગરિકો સુધી શુદ્ધ ખોરાક તેમજ સારી દવા પહોંચે તેવા પ્રયાસો કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.


પર્યટકોનું મન મોહી રહ્યું છે સુરતની નજીક આવેલું આ સ્થળ, ગુજરાતમાં વેકેશન માણવાની છે


વડોદરા ખાતે તૈયાર થયેલી આ લેબ આખા રાજ્ય સહિત પાડોશી રાજ્યો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ખાદ્ય ખોરાકીના નમૂનાઓના ઝડપી રિપોર્ટ આપવામાં મોખરે છે. નાગરિકોના સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે. ત્યારે શંકાસ્પદ નમૂનાઓનું સ્થળ પર જ પ્રશિક્ષણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.


દેશમાં રેર સર્જરી! ડોકટર દેવદૂત બનીને આવ્યા..અને સગીરા 15 વર્ષે થઈ પીડા મુક્ત


હાલ રાજ્યમાં 22 જેટલી લેબ ઓન વ્હીલ કાર્યરત છે. જો કોઈ નાગરિકની ફરિયાદ મળે તો ત્વરિત ચકાસણી કરી રિપોર્ટ ઝડપી આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો ખોરાક અખાદ્ય જણાય તો તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.