બોટાદનું નવું નજરાણું: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઢસાનો આ વોટરપાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર

બોટાદ જિલ્લામાં 40 થી 43 ડિગ્રી તાપમાનને લઈને લોકો ગરમીથી બચવા ઢસા શહેરમાં આવેલ શ્રીજી વોટરપાર્કમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરીવાર સાથે આવી કાળઝાળ ગરમીથી રાહત મેળવી લોકો ઠંડક અનુભવી રહ્યા છે. 

બોટાદનું નવું નજરાણું: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઢસાનો આ વોટરપાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર

રઘુવીર મકવાણા/બોટાદ: જિલ્લામાં ઢસા નજીક ભાવનગર હાઇવે રોડ પર એક માત્ર શ્રીજી વોટરપાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જિલ્લામાં 40 થી 43 ડિગ્રી તાપમાનને લઈને લોકો ગરમીથી બચવા ઢસા શહેરમાં આવેલ શ્રીજી વોટરપાર્કમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરીવાર સાથે આવી કાળઝાળ ગરમીથી રાહત મેળવી લોકો ઠંડક અનુભવી રહ્યા છે. 

સમગ્ર રાજયમાં કાળજાળ ગરમી પડી રહી છે અને 40 થી 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હિટવેવ થી લોકો ત્રસ્ત થયા છે. બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ જોવા મળે છે ત્યારે મોટાભાગના લોકો ગરમીથી બચવા બપોરના સમયે બે કલાક ઘર પર રહે છે તો અમુક લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, શેરડી નો રસ નો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવે છે તો કેટલાક લોકો વોટરપાર્ક નો સહારો લઈ ઠંડક અનુભવે છે. 

બોટાદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી 40 થી 43 ડિગ્રી તાપમાન નોધાઈ રહ્યુ છે. જેથી કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. ત્યારે સમગ્ર બોટાદ જિલ્લાના ઢસામા જ એક વોટરપાર્ક આવેલું છે. જેથી વોટર પાર્ક લોકોનુ આકષણ નુ કેન્દ્ર બન્યું છે. શહેરમા આવેલ શ્રીજી વોટરપાર્કમાં નાના બાળકોથી લઈને મોટા લોકો માટે અવનવી રાઈડો હોવાથી લોકો મોટી સંખ્યામાં વોટરપાર્કનો સહારો લઈ રહ્યા છે અને પોતાના પરીવાર સાથે ઢીંગા મસ્તી કરી કાળઝાળ ગરમીથી રાહત મેળવી ઠંડક અનુભવી રહ્યા છે.

આમ બોટાદ જિલ્લામાં ફકત ઢસા શહેરમા એકમાત્ર અવનવી રાઈડ સાથેનુ વોટરપાર્ક હોવાથી આ વોટરપાર્ક જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news