વડોદરા: ફતેપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો, મહિલા ઇજાગ્રસ્ત
શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડામાં આજે બપોરે નજીવી બાબતે બોલાચાલી થતા બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડામાં આજે બપોરે નજીવી બાબતે બોલાચાલી થતા બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફતેપુરા સ્થિત ભાંડવાડામાં આજે 10થી 12 લોકો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો પણ દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. જોકે સંવેદનશીલ વિસ્તાર હોવાથી ફતેપુરામાં હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
[[{"fid":"201786","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"FTEPUR.jpg","field_file_image_title_text[und][0][value]":"FTEPUR.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"FTEPUR.jpg","field_file_image_title_text[und][0][value]":"FTEPUR.jpg"}},"link_text":false,"attributes":{"alt":"FTEPUR.jpg","title":"FTEPUR.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો, ધાનાણીના આશાબેન પર પ્રહાર
ફતેપુરામાં બે કોમ વચ્ચે અથડામણને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. અને સિટી પોલીસ દ્વારા ફતેપુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.