વડોદરા : જિલ્લા SOG ના પીઆઇ એ.કએ દેસાઇના પત્ની સ્વીટી પટેલ ગુમ થવામાં ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી હતી. આગામી દિવસોમાં પીઆઇના બંન્ને ટેસ્ટ હાથ ધરવામાં આવશે. પોલીસની ટીમો 7 દિવસથી દહેજ પંથકના ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે સ્વિટીના કોઇ જ સગડ નથી મળી રહ્યા. જેમ જેમ દિવસો પસાર થતા જાય છેતેમ તેમ સ્વિટી પટેલ મુદ્દો વધારેને વધારે ગુંચવાતો જાય છે. જો કે પોલીસે હાલ આ કેસ ઉકેલવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: 80 મકાનો પર બુલડોઝર ફેરવી 120 પરિવારોને બેઘર બનાવી 13 કરોડની જમીન ખુલ્લી કરાઇ


જો કે સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઇનો દિકરો હોવાનો દાવો એક ખાનગી મીડિયા ચેનલ દ્વારા કરાયો છે. સ્વીટી પટેલે હાર્દિક પંડ્યાની ભાભી હતી. જો કે ત્યાર બાદ સ્વીટી અને હેતસ પંડ્યાએ છુટાછેડા લઇ લીધા હતા. આ અંગે સ્વીટી પટેલના પૂર્વ સસરા અને રિધમ પંડ્યા (સ્વીટી પટેલના પહેલા પતિનો દીકરો) ના દાદા મહેશ પંડ્યા સાથે વાત કરી હતી. જેમાં તેમણે તેમના દીકરા હેતસ અને સ્વીટીના લવ મેરેજથી માંડીને ડિવોર્સ અંગે વાત કરી હતી. 


[[{"fid":"337566","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ડાબેથી સ્વીટી પટેલનાં પૂર્વ સસરા મહેશ પંડ્યા, રિધમ પંડ્યા અને પૂર્વ પતિ હેતસ પંડ્યા)


ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવા અંગે શું બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ?


રિધમ પંડ્યાના દાદા મહેશ પંડ્યા સાથેની વાતચીત કરતા જણાવ્યું કે, લગભગ વીસેક વર્ષ પહેલા હેતસ અને સ્વીટીના લગ્ન થયા હતા. સ્વીટી અને હેતસ પંડ્યા બંન્ને એક જ ગામ પણસોરાના છે. બંન્ને કોલેજમાં પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા હતા.હું દુબઇ હતો. મને તેમના પ્રેમ સંબંધ અને માહિતી નહોતી. તેમના લગ્ન અંગે બાદમાં અમને જાણ થઇ હતી. જો કે હું બહાર હોવાના કારણે અમે સમગ્ર મુદ્દે અજાણ હતા. મહેશ પંડ્યાએ કહ્યું કે, લગ્ન જીવન દરમિયાન સ્વીટી અને હેતસને બે બાળકો થયા હતા. જેમાં સૌથી મોટો રિધમ 17 વર્ષનો અને બીજો દીકરો 8 વર્ષનો પ્રનીલ છે. જો કે ત્યાર બાદ બંન્નેને એકબીજા સાથે ફાવતું નહી હોવાથી છુટા પડ્યા હતા. બંન્નેએ રાજીખુશીથી છુટાછેડા લીધા હતા. 


કચ્છી કલાનું કરાયું ઓનલાઇન પ્રદર્શન, પીંછીના લસરકે કચ્છી નવા વર્ષની ઉજવણી


હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથેના સંબંધો અંગે પુછાતા મહેશ પંડ્યાએ કહ્યું કે, રિધમનાં પિતા અને સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતસ પંડ્યા અને હાર્દિક પંડ્યા પિતરાઇ ભાઇઓ છે. હાર્દિક પટેલ હેતસના મામાનો દિકરો છે. મારા પત્ની કે જેમનું અવસાન થયું છે તે, હાર્દિક પંડ્યાના ફઇબા થાય છે. હાલ રિધમના પિતા ઓસ્ટ્રેલિયા છે અને તેમણે બીજા લગ્ન પણ કરી લીધા છે. જો કે આ તમામ દાવા એક ખાનગી વેબસાઇટ સાથે વાત કરતા મહેશ પંડ્યાએ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube