ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવા અંગે શું બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ?

ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવા અંગે શું બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ?
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, જરૂર લાગશે તો ગુજરાતમાં પણ લાવીશું વસ્તી નિયંત્રણ બિલ
  • કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, મંદી, મોંઘવારી અને મહામારી વચ્ચે ધ્યાન ભટકાવવા માટે આવો કાયદો લાવવાની વાત કરે છે

હિતલ પારેખ/ગાંધીનગર :ઉત્તર પ્રદેશમાં જનસંખ્યા નિયંત્રણ બિલ (population control bill) લાવવામાં આવ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) એક કાર્યક્રમમા કહ્યું કે, ગુજરાતમાં ઘણા વર્ષ પહેલાં વસ્તી નિયંત્રણ બાબતે શરૂઆત થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારને ઘણા વર્ષ પહેલાં કાયદો થયેલો છે કે બે થી વધુ બાળકો ધરાવતા લોકો ઉમેદવારી કરી શકે નહિ.

તેમણે કહ્યું કે, ગુજરાતે અનેક વર્ષ પહેલાં નિયમ લાગુ કર્યો છે. પરિવાર નિયોજન બાબતે સરકાર અને આરોગ્ય વિભાગ પ્રયત્ન કરે છે. દેશના અન્ય રાજ્યો બિલ લાવી રહ્યાં છે, ત્યારે વસ્તી નિયંત્રણ બાબતે ગુજરાત પણ અભ્યાસ કરશે. જરૂરી લાગશે તો બિલ લાવવામાં આવશે. 

તો બીજી તરફ, વસ્તી નિયંત્રણ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી કે, મંદી, મોંઘવારી અને મહામારી વચ્ચે ધ્યાન ભટકાવવા માટે વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ મામલે ઉવાચ થયા. નવા રોજગાર આપવા દૂર રહ્યા જેમના રોજગાર હતા એ લોકોની સ્થિતિ ખરાબ થઈ છે. દેશની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. ભારત વસ્તી નિયંત્રણ પર વર્ષોથી કામ કરે છે, વિવિધ ભાષા અને રહેણીકરણી હોવા છતાંય દેશ પ્રગતિના પંથે રહ્યો છે. યુપીની ચૂંટણી આવી એટલે ધર્મના નામે ભાજપા ગતકડાં કરી રહી છે. શિક્ષણ અને આરોગ્ય સેવા પડી ભાંગી છે, એવામાં ભાજપા નાટક કરવાનું બંધ કરે. કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં આ વિષય આવશે ત્યારે અભ્યાસ કરીને નિર્ણય કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news