RAJKOT: 80 મકાનો પર બુલડોઝર ફેરવી 120 પરિવારોને બેઘર બનાવી 13 કરોડની જમીન ખુલ્લી કરાઇ

 મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખોડિયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખોડિયારનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવીહ તી. જો કે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનાં ધાડેધાડા ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ડિમોલેશનમાં મહાનગરપાલિકાની ટીમ, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસનો કાફલો હાજર રહ્યો હતો. ખોડિયારનગરમાં ટીપી રોડ પર પસાર થવાનો હોવાથી ડિમોલેશન હાથ ધરાયું હતું. 
RAJKOT: 80 મકાનો પર બુલડોઝર ફેરવી 120 પરિવારોને બેઘર બનાવી 13 કરોડની જમીન ખુલ્લી કરાઇ

રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખોડિયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખોડિયારનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવીહ તી. જો કે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનાં ધાડેધાડા ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ડિમોલેશનમાં મહાનગરપાલિકાની ટીમ, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસનો કાફલો હાજર રહ્યો હતો. ખોડિયારનગરમાં ટીપી રોડ પર પસાર થવાનો હોવાથી ડિમોલેશન હાથ ધરાયું હતું. 

80 મકાનમાં 120 પરિવારો રહે છે. હાલ તેમના માટે ઉપર આભને નીચે ધરતી જેવી સ્થિતિ થઇ હતી. મનપાએ ડિમોલેશન કરીને 13 કરોડ રૂપિયાની આસપાસની જમીન ખુલ્લી કરી હતી. રાજકોટ પાલિકા દ્વારા વોર્ડ નંબર 13 ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળના ટીપી રોડ બનાવવા માટે 81 મકાનોને નોટિસ અપાઇ હતી. જેમાં 81 પૈકી 80 મકાનો તોડી પડાયા હતા. બે દિવસ પહેલા જ લોકોનાં ટોળામનપા કચેરીઓ દોડી ગયા હતા. મનપાએ મકાન તોડવા માટે એક વર્ષ પહેલા નોટિસ પાઠવી હતી. 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા ટીપી સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી હતી. તેનો જવાબ પણ અમે આપ્યો હતો. જો કે ફાજલ જગ્યા મુકી ટીપી રોડ કાઢવામાં આવ્યો છે. 80 મકાનમાં 120 પરિવારો રહે છે. અમે મનપા પાસે વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી. જો કે અમને યોગ્ય જવાબ આપ્યો નહોતો. અમને એવા સમયે કોર્પોરેશને નોધારા કર્યા છે કે એક તરફ ચોમાસુ છે એક તરફ કોરોના કાળ એવામાં અમે ક્યાં જઇએ તે એક મોટો સવાલ પેદા થયો છે. 

બીજી તરફ સ્થાનિક મહિલાઓએ કહ્યું કે, અમે કોર્પોરેશનના તમામ પ્રકારનાં વેરાઓ ભરીએ છીએ. કોઇ સ્થાનિક નેતા અહીં ડોકાયા પણ નથી. અમે કોર્પોરેશનનાં વેરાઓ પણ રેગ્યુલર રીતે ભરીએ છીએ. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માંગવા માટે આવતા નેતાઓ આજે ફરક્યાં પણ નહોતા. હાલ તત્કાલ ઘર પણ ભાડે નથી મળી રહ્યું. ચોમાસુ હોવાના કારણે ઘરવખરીની વસ્તુઓ પણ રસ્તા પર પલળી રહી છે. અમારા બાળકો નોધારા બન્યા છે. તેવામાં સૌથી મોટી સમસ્યા રહેવાની અને બાળકોની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news