• સ્વીટી પટેલના બે વર્ષના પુત્રને અજય દેસાઈની પત્ની પોતાની સાથે રાખશે

  • સ્વીટીએ પત્ની તરીકેની કાયદેસરની માન્યતા પ્રાપ્ત કરવા ધમપછાડા કર્યા હતા

  • સ્વીટી પટેલ હત્યા કેસમાં વપરાયેલી જીપ કંપાસ કારને પોલીસે જપ્ત કરી 


રવિ અગ્રવાલ/વડોદરા :કરજણના પીઆઈ અજય દેસાઈએ ગુસ્સામાં પત્નીનું ખૂન તો કર્યું, પણ બે વર્ષના માસુમ દીકરાના મોઢા સામે એકપણ વાર ન જોયું. પોતાનો સ્વાર્થ સાધવામાં આ દીકરાના ભવિષ્ય સાથે તેમણે રમત રમી. પત્ની સ્વીટી પટેલને માર્યા બાદ હાલ અજય દેસાઈ (Sweety Patel) જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આ સાથે જ બે વર્ષનો માસુમ દીકરો નોંધાયો બન્યો છે. આ દીકરાને કોણ રાખશે તે મામલે અનેક સવાલો થયા હતા. પરંતુ અજય દેસાઈ (PI ajay desai) ની સામાજિક પત્નીએ તેને સંભાળવાની જવાબદારી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 21 મી સદીમાં પણ હાડમારીભર્યું જીવન જીવે છે ગુજરાતના સિલધા ગામના લોકો, ચોમાસામાં મોતની સામે લડે છે


અજય દેસાઈની સામાજિક પત્નીએ માતૃત્વ ધર્મ નિભાવ્યો 
સ્વીટી પટેલના બે વર્ષના પુત્રને અજય દેસાઈની પત્ની પોતાની સાથે રાખશે. અજય દેસાઈની સામાજિક પત્નીએ માતૃત્વનો ધર્મ નિભાવ્યો છે. પોતાને બે વર્ષનો પુત્ર હોવા છતાં તેઓ સ્વીટી પટેલના પુત્ર અંશને સાથે રાખી બેવડું માતૃત્વ નિભાવશે. ત્યારે અનેક લોકોએ તેમના આ નિર્ણયને આવકાર્યો છે. 


અજય દેસાઈના બીજા લગ્નથી અજાણ હતી સ્વીટી 
અજય દેસાઈના બીજા લગ્ન સામાજિક રીતરિવાજો સાથે થયા હતા. વાતની જાણ થતા જ અજય દેસાઈ અને સ્વીટી પટેલ વચ્ચે તકરારો શરૂ થઈ હતી. સ્વીટીએ પત્ની તરીકેની કાયદેસરની માન્યતા પ્રાપ્ત કરવા ધમપછાડા કર્યા હતા. આ જ કારણ હતુ કે અજય દેસાઈએ સ્વીટીનું ખૂન કર્યું હતું. 


આ પણ વાંચો : રૂપાણી શાસનના 5 વર્ષઃ સામા પ્રવાહે તરવાની કાયમી આદતને લીધે વિજયભાઈ બન્યા ‘વિજયી ભવ’


સ્વીટીની હત્યા માટે વપરાયેલી કાર જય પટેલની નીકળી 
સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઈ અજય દેસાઈ દ્વારા જે જીપ કંપાસ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે કાર પણ પોલીસે કબજે કરી છે. કારના માલિક જય પટેલ હોવાનું બહાર આવ્યું છે. જય પટેલ કિરીટસિંહ જાડેજા સાથે અંગત સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જય પટેલ અંગે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.