હાર્દિક દીક્ષિત/વડોદરા : શહેરમાં એક CCTV કેમેરાએ લાખો રૂપિયાની રોકડની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સુરતથી વડોદરા આવેલા ડાયમન્ડનાં વેપારીની તબિયત અચાનક લથડતા તેઓ ફૂટપાથ પર સુઇ ગયા અને જ્યારે ઊંઘમાંથી ઉઠયા તો તેમના હોશ ઉડી ગયા. વડોદરામાં લાખો રૂ.ની એક ચોરીનો ભેદ ગણતરીની મિનિટોમાં ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના વડોદરાનાં નવાં એસટી બસ ટર્મિનલ વિસ્તારની છે. જ્યાં સુરતની આવેલા હીરાનાં વેપારીનાં 3 લાખ રૂ.ની રોકડ ચોરાઇ ગઇ. વેપારીએ ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ, પરંતુ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં હ્યુમન ઇન્ટેલિજન્સ કરતાં વધારે મદદ કરી એક સીસીટીવી કેમેરાએ. સુરતમાં રહેતાં હીરાનાં વેપારી જયેશ કોશિયા તેમની પત્નીને તેડવા પોતાની સાસરી હાલોલ જઇ રહ્યાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 30 સાજા થયા, એક પણ મોત નહી


જો કે, હાલોલ પહોંચેલા જયેશભાઇ સાથે આવવાની પત્નીએ ના પાડતાં તેઓ ખાનગી વાહન મારફતે ગોલ્ડન ચોકડી થઇ વડોદરા એસટી ડેપો પહોંચ્યાં હતાં. જો કે, ડેપો પાસે તેમની તબિયત લથડતાં તેઓ નટરાજ સિનેમા સામેનાં ફુટપાથ પર સુઇ ગયાં હતાં. જેનો લાભ ઉઠાવી ચોર ટોળકી તેમની બેગમાં રાખેલ 3 લાખ રૂ.ની રોકડ ચોરીને પલાયન થઇ ગઇ હતી. ઊંઘમાંથી જાગેલા જયેશભાઇએ બેગ ચકાસતા તેમનાં હોંશ ઉડી ગયાં હતાં. તેમની લાખો રૂ.ની રોકડ બેગમાંથી ગાયબ હતી.. જેથી આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી.


નવી સરકાર નવુ સત્ર: સરકાર સબ સલામતના દાવા વચ્ચે કોંગ્રેસનું હાય-હાયના નારા સાથે વોકઆઉટ


દરમ્યાન ચોરી કરીને ભાગેલ ચોર ટોળકી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સીટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચતાં ત્યાં લાગેલ સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં એક યુવક યુવતી પાસેથી ચોરેલાં રૂપિયા છીનવી રહ્યો છે. પોલીસે તે સીસીટીવી સીટી બસ સેવાનાં સંચાલકો પાસેથી મેળવી તજવીજ શરૂ કરી હતી. સીસીટીવીની તલસ્પર્શી તપાસ કરતાં પોલીસ પણ ત્યારે ચોંકી ઉઠી હતી. જ્યારે વેપારીનાં નાણાં ચોરનાર ટોળકીમાં એક સગીર વયની યુવતી પણ શામિલ હોવાનું જણાયું.


21 વર્ષની દિકરી સામે જ માતા દિયર સાથે સેક્સ કરતી, પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો...


પોલીસે તે સીસીટીવી ફુટેજનાં આધારે વેપારીનાં નાણાં ચોરનાર ટોળકીને ઝડપી પાડી હતી. સયાજીગંજ પોલીસે રોઝરી સ્કુલ પાસેની શંકરનગર ઝૂંપડપટ્ટીમાં રહેતાં દિપુ વાઘેલા અને સુરજ શર્મા તેમજ પંચમહાલનાં જોજ ગામનાં અજય ઉર્ફે સનેડો પટેલની ધરપકડ કરી હતી. જ્યારે સગીર વયની હોવાનાં કારણે પોલીસે ચોરીમાં શામિલ સગીરા સામે જ્યૂવેનાઇલ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વનું છે કે, ડાયમંડનાં વેપારી પાસે અસલી હીરા પણ હતાં, પણ ચોર ખિસ્સામાં મુકેલા હોવાથી તે કિંમતી હીરા ચોરાતાં બચી ગયાં હતાં. આમ એક સીસીટીવીએ વડોદરાની સયાજીગંજ પોલીસ માટે ચોરીનાં અતિમહત્વનાં કેસનો ઉકેલ આસાન બનાવી દીધો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube