નવી સરકાર નવુ સત્ર: સરકાર સબ સલામતના દાવા વચ્ચે કોંગ્રેસનું હાય-હાયના નારા સાથે વોકઆઉટ
ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર શરૂ થયું અને તે ખુબ જ હોબાળાભર્યું રહ્યું હતું. વિધાનસભામાં ચોમાસું સત્રના પહેાલ જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોતરી થઇ હતી. જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને અણીયાળા સવાલો પુછવામાં આવ્યા હતા. જેમાં નવાનવા ધારાસભ્યમાંથી મંત્રી બનેલા નેતાઓ પણ થોડા સમય માટે ગુંચવાયા હતા. વિપક્ષ દ્વારા સરકારને ભીંસમા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાવાઝોડાની સહાય હોય કે અતિવૃષ્ટીનું વળતર, મગફળી કૌભાંડ હોય કે સીંગતેલના અસહ્ય ભાવ વધારો હોય. હોસ્પિટલ તંત્ર હોય કે કોરોનામાં નિષ્ફળ રહેલી સરકારની વાત હોય તમામ મોરચે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
Trending Photos
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર શરૂ થયું અને તે ખુબ જ હોબાળાભર્યું રહ્યું હતું. વિધાનસભામાં ચોમાસું સત્રના પહેાલ જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોતરી થઇ હતી. જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને અણીયાળા સવાલો પુછવામાં આવ્યા હતા. જેમાં નવાનવા ધારાસભ્યમાંથી મંત્રી બનેલા નેતાઓ પણ થોડા સમય માટે ગુંચવાયા હતા. વિપક્ષ દ્વારા સરકારને ભીંસમા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાવાઝોડાની સહાય હોય કે અતિવૃષ્ટીનું વળતર, મગફળી કૌભાંડ હોય કે સીંગતેલના અસહ્ય ભાવ વધારો હોય. હોસ્પિટલ તંત્ર હોય કે કોરોનામાં નિષ્ફળ રહેલી સરકારની વાત હોય તમામ મોરચે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
21 વર્ષની દિકરી સામે જ માતા દિયર સાથે સેક્સ કરતી, પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો...
વિધાનસભામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન સીંગતેલ, કપાસીયા તેલ અને પામોલિન તેલના ભાવમાં થયેલા વધારા અંગે સવાલો પુછાયા હતા. સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં ક્રમશ 18, 32 અને 19 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહનની મુશ્કેલીના કારણે તેલની કિંમતમાં વધારો થયો હોવાનો સરકારે સ્વિકાર કર્યો હતો.
ધારાસભ્યએ લેખિતમાં સૌની યોજના મુદ્દે સવાલ પુછતા સરકારે જણાવ્યું કે, જૂનાગઢમાં સૌની યોજના અંતર્ગત 13 ડેમનો સમાવેશ કરાયો છે. છેલ્લા 1 વર્ષમાં 1 પણ ડેમને જો કે આ યોજના અંતર્ગત પાણી અપાયું નથી. આ યોજના અંતર્ગત હાલ પમ્પિંગ સ્ટેશન અને પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. તે કામગીરી પુર્ણ થયા બાદ સરકાર તેનો જવાબ આપશે.
રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઇ હતી. વિધાનસક્ષામાં વિપક્ષના તીખા સવાલો બાદ સહાય અને ચુકવણીમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું. અમરેલી અને ગીર સોમનાથ સહિત 7 કિસ્સામાં આ પ્રકારની વિસંગતતા જોવા મળી હતી. સરકારે રેકોર્ડ આધારિત ચકાસણી કરીને ઠરાવ અનુસાર રકમ ચુકવવા માટેના આદેશ કર્યા હતા. આ ઉપરાંત નાફેડ દ્વારા છેલ્લા બે વર્ષમાં 703137 મેટ્રિક ટન મગફળી ખરીદાઇ છે. પ્રતિક્વિન્ટલ 5275 રૂપિયા અને 5500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની કિંમતે ખરીદી કરાઇ છે.
આ ઉપરાંત નવસારીના કસ્ટોડિયલ ડેથના 3 કિસ્સા સામે આવ્યાના હોવાનું અને ટેકાના ભાવે ખરીદીમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કોઇ પણ ગોટાળો નહી થયો હોવાનું પણ સામે આવ્યું હતું. કોઇ ગામના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું કન્ટેન્ટ મળી આવ્યું હતું. આ તત્વના કારણે મિથેઇમોગ્લોબીનેમિયા (બ્લુ બેબી) નામનો રોગ થવાનો ભય છે. 31 જિલ્લામાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ જરૂરિયાત કરતા વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં 31 ઓગસ્ટ, 2021 સુધીમાં એક વર્ષમાં 57 ઔદ્યોગિક મેળા યોજાયા અને તેમાં 4856 લોકોને રોજગારી મળી હોવાનું સામે આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે