વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યનાં સૌથી પહેલા ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં માત્ર 10 મિનિટમાં જ આખી ટ્રેન ધોવાઇ જશે. મહત્વની વાત એ છે કે, આ કોચ વોશિંગ સિસ્ટમથી એક ટ્રેનને ઘોવા પાછળ ફક્ત 20 ટકા જ નવા પાણીનો ઉપયોગ કરશે. જ્યારે બાકીના 80 ટકા પાણીને રિસાઇકલ કરી ઉપયોગમાં લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: કારેલીબાગ પોસ્ટ ઓફીસમાં વરસાદના પાણી ભરાયા,અનેક ડોક્યુમેન્ટ્સ પલળી ગયા

વડોદરા પાસે આવેલા રણોલીની ઓરીએન્ટલ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ગુજરાતનો સર્વ પ્રથમ રેલ કોચ વોશિંગ પ્લાન્ટ બનાવીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે મેમુ શેડમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ મશીનની ખાસીયત છે કે, આ મશીન 10 મિનિટમાં જ 24 કોચની ટ્રેનને વોશ કરી શકાશે. અને તેની માટે પ્રતિ કોચ દીઠ 950 લીટર પાણીનો બચાવ થશે. 


સુરત: ભારે વરસાદથી સણીયા હેમાદ ખાતે પુરની સ્થિતી, પોલીસ સ્ટેશનમાં કેડ સમા પાણી

ઓરિએન્ટલ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજી વિદેશોમાં ટ્રેનના વોશિંગ માટે ઉપયોગ લેવામાં આવે છે. જે અંગે અભ્યાસ કરીને ઓરીએન્ટલ કંપની દ્વારા સ્વદેશી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ ઓટોમેટિક વોશિંગ પ્લાન્ટના કારણે ન માત્ર પાણીની બચત થશે પરંતુ સમય અને પાણીની પણ બચત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર