વડોદરા: યુટ્યુબર શુભમ મિશ્રાની ધરપકડ, મહિલા કોમેડિયનને ગંદી ગાળો બોલી આપી હતી ધમકી
વડોદરા પોલીસે યુટ્યુબર શુભમ મિશ્રાની રવિવારે મોડી રાતે ધરપકડ કરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુઓમોટો ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. મુંબઈની મહિલા કોમેડિયન અગરીમા જોશુઆને ગંદી ગાળો બોલી ટ્વીટર પર ધમકી આપતી પોસ્ટ શુભમ મિશ્રાએ કરી હતી. મહિલા કોમેડિયને શિવાજી મહારાજ પર જોક કરતા શુભમ મિશ્રા રોષે ભરાયો હતો.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા પોલીસે યુટ્યુબર શુભમ મિશ્રાની રવિવારે મોડી રાતે ધરપકડ કરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુઓમોટો ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. મુંબઈની મહિલા કોમેડિયન અગરીમા જોશુઆને ગંદી ગાળો બોલી ટ્વીટર પર ધમકી આપતી પોસ્ટ શુભમ મિશ્રાએ કરી હતી. મહિલા કોમેડિયને શિવાજી મહારાજ પર જોક કરતા શુભમ મિશ્રા રોષે ભરાયો હતો.
શુભમ મિશ્રા સામે કાર્યવાહી કરવા રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેને ગુજરાતના ડીજીપીને ટ્વીટ કરી આદેશ કર્યો હતો. અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને કાર્યવાહી કરવા માગણી કરી હતી. શુભમ મિશ્રાના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ હજારો ફોલોઅર્સ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube