રવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં દિવસે-દિવસે વધતા જતાં કોરોના વાયરસના કેસો ચિંતાનો વિષય બની ગયા છે. રાજ્યમાં 1700થી વધુ કેસો સામે આવ્યા છે તો વડોદરામાં 180 કરતા વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ફરજ બજાવતા ઘણા સરકારી કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બન્યા છે. તો હવે વડોદરા મહાનગર પાલિકાના વધુ એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હિસાબી શાખાના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિસાબી શાખાના કર્મચારીનો કોરોના પોઝિટિવ
વડોદરા મહાનગર પાલિકાની હિસાબી શાખાના કર્મચારીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કિશનવાડીમાં રહેલા કાંતિભાઈ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવવાની સાથે પાલિકાની પીએફ કચેરીના 7 કર્મચારીને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તો આ કોરોના પોઝિટિવ કર્મચારીની પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સાથે પણ ફાઇલ આપવા દરમિયાન મુલાકાત થઈ હતી. 


કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ  


શું છે ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી 1700થી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1101 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 242 અને વડોદરામાં 180 કેસ સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...