રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં પણ કોરોના વાયરસના નવા કેસોનો સતત વિસ્ફોટ થઈ રહ્યો છે. આજે વધુ 20 કેસ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 750 પર પહોંચી ગઈ છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના લીધે કુલ 35 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદથી વડોદરા ગયેલા એક યુવકનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ 20 કેસ નોંધાયા, 12 ડિસ્ચાર્જ
વડોદરામાં આજે 159 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 20 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 750 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે સારવાર બાદ સાજા થયેલા 12 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. તો જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી 35 મોત થયા છે. આજે નોંધાયેલા કેસમાં અમદાવાદથી વડોદરા પહોંચેલા યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો દશરથ અને સાવલીમાં પણ કેસ નોંધાયા છે. 


ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ


ભાઈલાલ અમીન હોસ્પિટલમાં પહોંચ્યો કોરોના
વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. અહીં ડોક્ટર, નર્સ, એક કર્મચારી અને દર્દીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે કેન્ટીન ચલાવનાર એક વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. કોરોનાના કેસ આવ્યા બાદ તંત્ર દ્વારા હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21થી 27 મે સુધી હોસ્પિટલ બંધ રહેશે. આ સાથે હોસ્પિટલના અન્ય તમામ કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર