હાર્દિક દીક્ષિત, વડોદરાઃ વડોદરા ઝોનમાં આવતા પંચમહાલ, છોટાઉદેપુર મહીસાગર, દાહોદ, ભરુચ, નર્મદા અને વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સ્ટેટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચુકવાતા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ વડોદરા વેક્સિનેશન સેન્ટર ખાતે આવેલ વિભાગીય નાયબ નિયામકની કચેરીએ ભુખ હડતાળ ઉપર બેઠા હતા. જો કે કાર્યક્રમને પોલીસ પરમિશન મળી ન હોવાના કારણે આગેવાન રજનીકાંત ભારતીય સહિત ત્રણ કર્મચારીઓની અટકાયત થતા વાતાવરણ ઉગ્ર બન્યું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું કે આરોગ્ય કમિશનર દ્વારા નવેમ્બર મહિનાનો પગાર એસ્ક્રો એકાઉન્ટથી કરવા આદેશ કર્યો હતો પરંતુ અધિકારીઓ અને એજન્સીઓની બેદરકારીથી ત્રણ મહિના થયા છતાં એસ્ક્રો એકાઉન્ટ નથી ખુલ્યા. જેના કારણે ગરીબ કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર ન ચુકવાતા આ કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવામાં હાલાકી પડી રહી છે. એક બાજુ સરકાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતા સૌ પ્રથમ કોરોના વોરિયર્સને વેકસિન આપવાની વાત કરી રહી છે. પરંતુ આ કોરોના વોરિયર્સ વેક્સિન નહી પણ હકનો પગાર ઝંખી રહ્યા છે. ખુદ સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમયસર પગાર ના કરનાર જવાબદાર લોકો વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ મુજબ કાર્યવાહી કરવા કર્મચારીઓ અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. છતાં સમગ્ર રાજ્યમાં એક પણ ફરિયાદ થયેલ નથી.


આ પણ વાંચોઃ Tandav controversy: હવે વડોદરામાં તાંડવ વેબ સીરિઝના ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે ફરિયાદ  


આમ સરકાર એજન્સી સંચાલકોને અને લાપરવાહ અધિકારીઓને છાવરી રહી છે.જો આરડીડી વડોદરા દ્વારા તાત્કાલિક ધોરણે પગાર નહીં ચૂકવવા માં આવે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવાની ચીકમી કામદાર સંગઠને ઉચ્ચારી હતી.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube