નવી દિલ્હી : પંડિત જવાહરલાલ નેહરુ સાથે જોડાયેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (એનએમએમએલ) અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં તમામ વડાપ્રધાનના મ્યુઝિયમ સ્થાપિત કરવાની સરકારની યોજના વિરૂદ્ધ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાગળ ળખ્યો છે. આ કાગળમાં યોજન સામે સવાલ કરતા આરોપ મૂકવામાં આવ્યો છે કે એક એજન્ડા અંતર્ગત એનએમએમએલ અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સની પ્રકૃતિ અને ચરિત્ર બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાગળમાં કહેવામાં આવ્યું છે કે પંડિત નેહરુ માત્ર કોંગ્રેસના નેતા જ નહોતા પણ તેમનો સંબંધ આખા દેશ સાથે હતો. આ કારણે સરકારે તેમની સ્મૃતિઓ સાથે છેડછાડ ન કરવી જોઈએ. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ડો. મનમોહન સિંહે ગયા અઠવાડિયે આ પત્ર લખ્યો છે. આ પત્રમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના હવાલાથી મનમોહન સિંહે લખ્યું છે કે , ''વાજપેયીના છ વર્ષોના કાર્યકાળ દરમિયાન એનએમએમએલ અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સની પ્રકૃતિ અને ચરિત્રમાં બદલાવનો કોઈ પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. જોકે અત્યારે આ ભારત સરકારનો એજન્ડા છે એ દુખદ છે.'' 


હકીકતમાં સરકારની આ યોજના પર વિવાદ ઉભો થઈ ગયો છે અને કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ પગલું ભરીને પંડિત નેહરુના વારસાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મનમોહન સિંહે એનએમએમએલ વિશે લખ્યું છે કે, '' આ ભારતની રચનામાં શામેલ એવા દેશના પ્રથમ વડાપ્રધાનની સ્મૃતિઓને સમર્પિત છે. પંડિત નેહરુની વિશિષ્ટતા અને મહાનતા પ્રત્યે તેમના રાજકીય વિરોધીઓ પણ સન્માનની લાગણી ધરાવે છે.''


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...