રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરા શહેર ગુજરાતમાં ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયેલું છે. શહેરની યુવા પેઢીમાં પણ ડ્રગ્સનુ સેવન ધીમે-ધીમે વધી રહ્યું છે. વડોદરામાંથી અવારનવાર નાજીરિયાના નાગરિકો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે. આથી વડોદરા પોલીસે ડ્રગ્સના દુષણને નાથવા માટે ગુરૂવારની રાત્રે એક વિશેષ અભિયાન ચલાવ્યું હતું અને 10 જુદી-જુદી ટીમ બનાવીને એક સાથે 10 સ્થળો પર રેડ પાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પોલીસે રેડની આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સનું સેવન કરતા 56 યુવક, યુવતી અને સીગરને ઝઢપી લીધા હતા, જેમાંથી 46 લોકોને બ્લડ ટેસ્ટ માટે સાયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 


કોણ-કોણ હતું વિશેષ ડ્રાઈવમાં સામેલ 
વડોદરા ક્રાંઈમ બ્રાન્ચ, પીસીબી પોલીસ, મહિલા પોલીસ, એસઓજી પોલીસ, ડોગ સ્કવોર્ડની ટીમ દ્વારા શહેરના વિશ્વામિત્રી બ્રીજ નીચે, સુભાષનગર ઝૂપડપટ્ટી, સોમા તળાવ, હનુમાન ટેકરી, મનીષા ચોકડી હોન્ડાના શો રૂમની બાજુમાં, સુભાનપુરા, સંતોષીનગર, સૌરાષ્ટ્ર પાન, વાસણા રોડની આજુ બાજુનો વિસ્તાર, બીસ્ટ એન્ડ બાઈટ કેફે વિસ્તાર, તેજસ સ્કુલની સામે ઈલોરાપાર્ક પાસે, પાણીગેટ દરવાજા પાસે, કલ્યાણ કાફે ફતેગંજ, અકોટા ડી માર્ટની બાજુમાં, એચ સી જી હોસ્પિટલ, સનફાર્મા રોડ પાસેની જગ્યાઓ પર પોલીસે રેડ પાડવામાં આવી હતી. 


કોંગ્રેસના શાસકોને નબળા ચિતરતા પુસ્તકને પરત ખેંચવા ગુજરાત કોંગ્રેસની માગ


આખી રાત ચાલ્યું અભિયાન
વડોદરા પોલીસે ગઈકાલ રાતથી સવાર સુધી ડ્રગ્સના બંધાણીઓ અને સપ્લાયરોને પકડી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ રેડમાં પકડાયેલા યુવક- યુવતીઓના માતા-પિતાને બોલાવીને અને ડ્રગ્સનું સેવન કરનારા લોકોનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ વખત પકડાયેલા યુવક-યુવતીઓને સમજાવી છોડી મુકયા. એ પહેલાં તેમની પાસેથી ડ્રગ્સનું વેચાણ કરનારા લોકોની માહિતી મેળવી હતી. 


BRTSના ડ્રાઈવરથી અકસ્માત કેમ થાય છે તેનું જીવતુજાગતુ ઉદાહરણ જુઓ, આ ભાઈ ચાલુ બસે જોઈ રહ્યાં છે Video


6 લોકોની અટકાયત
વડાદરા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ક્રાઈમ જયદીપ સિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે, "પોલીસે ડ્રગ્સના બંધાણીઓ પાસેથી મળેલી માહિતીના આધારે શહેરમાં ડ્રગ્સનું વેચાણ કરનારા કુખ્યાત મઢી, બકુલા સહિત છ લોકોની અટકાયત કરી છે અને તમામની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે વડોદરામાંથી ડ્રગ્સનું દૂષણ દુર કરવા અને યુવા પેઢીને બરબાદ થતા રોકવાનો પ્રણ લીધો છે. સમયાંતરે આ પ્રકારની રેડ કરતા રહીશું તેવી ચીમકી ડ્રગ્સનું સેવન કરનારા અને ડ્રગ્સ માફિયાઓને આપી છે."


જયદીપ સિંહ જાડેજાએ ડ્રગ્સ અભિયાન દરમિયાન કરવામાં આવેલી પોલીસની કામગીરીની વિગતો આપતા જણાવ્યું કે, પોલીસે 10 ટીમ બનાવીને શહેરમાં જુદા-જુદા 10 સ્થળો પર રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે કુલ 56 લોકોને પકડ્યા હતા. જેમાં 7 મહિલા અને સગીરનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ પોલીસે 6 આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....