ઝી બ્યુરો/વલસાડ: ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે, ત્યારે વલસાડ હાઈવે પર એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં 13 દિવસમાં કેટલા ભક્તો ઉમટ્યા? કેટલું દાન મળ્યું? આંકડો સાંભળી લાગશે ઝટકો



આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડ નેશનલ હાઈવે પર ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાંચ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આ આગાહી પર નજર કરી લેજો! ગુજરાતમા હજું હવે ખરા અર્થમાં જામશે શિયાળો,જાણો ભયાનક આગાહી



પ્રાથમિક માહિતી અનુસાર પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુથી આવી રહેલી આઈસર અને કાર સાથે ટકરાયો હતો. અકસ્માતના પગલે  નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.   


ફરી ગૌતમ અદાણીનો દુનિયામાં વાગશે ડંકો! ગુજરાતમા નાખશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ