વલસાડ : પતિ (Husband) અને પત્ની (wife)ને જન્મોજનમનો સંબંધ માનવામાં આવે છે. જોકે એક શંકાનો કીડો ઘણીવાર પતિ (Husband)પત્ની (wife) સંબધમાં કંકાસ અને કલહ પેદા કરવાના અનેક કિસ્સાઓ આપણા સમાજમાં જોવા મળે છે. તો ક્યારેક શંકા અને વહેમના કારણે ખુશી સંસારને બરબાદ થતા પણ વાર નથી લાગતી. રાજ્યના છેવાડે આવેલ વલસાડ (Valsad) માં એક પતિ (Husband)એ 78 વર્ષ ઢળતી ઉંમરે  71 વર્ષ શંકા કરી છે. ત્યારે એક શંકાના કારણે આ વૃદ્ધ દંપતી બરબાદ થઇ ગયું છે. તો શું હતી આખી ઘટના અને એક શંકાના કારણે કોણે જીવ ગુમાવ્યો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 મહિનામાં માતા બનવાના હતા, પણ તે પહેલા જ કોરોનાએ ક્લાસ-2 અધિકારીનો લીધો ભોગ


વલસાડ (Valsad) ના છીપવાડ વિસ્તારમાં આવેલા વૈભવ કોમ્પલેક્ષમાં 71 વર્ષીય લક્ષ્મીબેન પટેલ (Patel)  અને 78 વર્ષીય અમરતભાઈ પટેલ (Patel)  એકલવાયું જીવન જીવતા હતા. સંતાનમાં બે દીકરીઓ હતી. જેઓ પરિણીત હોવાથી સાસરિયે રહેતી હતી. પુત્ર ન હોવાથી આ બંને વૃદ્ધ દંપતી એકલવાયુ જીવન જીવતા હતા. જોકે થોડા સમય અગાઉ  અમૃતભાઈના અકસ્માતે પગ તૂટતાં સારવાર બાદ પથારીવશ હતા. જોકે આ વૃદ્ધ દંપતી જીવનના છેલ્લા પડાવમાં હોવા છતાં પણ 78 વર્ષીય પતિ (Husband) અમરતભાઈ અવારનવાર પોતાની પત્ની (wife)ના ચારિત્ર્ય  અંગે શંકા કરતા હતા. 


Rivaba ના સમર્થનમાં આવી ગુજરાતની મહિલાઓ, Social Media પર પણ થઈ 'વાહવાહી'


પત્ની (wife) કોઈ કામથી ઘરની બહાર જાય તો તેના પર પતિ (Husband) ખોટી શંકા રાખતા હતા. આ બાબતને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝઘડો પણ થતો હતો. પતિ (Husband)-પત્ની (wife) વચ્ચે પતિ (Husband)ના શંકાશીલ સ્વભાવને કારણે અવારનવાર ઝઘડા થતા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થતી હતી. જોકે બનાવના દિવસે 71 વર્ષીય પત્ની (wife) મંદિરે દર્શન કરી અને ઘરે જ પરત આવતાં વૃદ્ધ પતિ (Husband)એ પત્ની (wife) કોઈ પ્રેમીને મળવા ગઇ હોવાની આશંકા રાખી અને તેના પર આક્ષેપ કર્યો હતો. આથી આ બાબતે પતિ (Husband)-પત્ની (wife) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી મોડી રાત્રે આવેશમાં આવી અને 71 વર્ષીય અમૃત પત્ની (wife)એ પોતાના 78 વર્ષીય વૃદ્ધ પતિ (Husband) ને કપડાં ધોવાનો ધોકો મારતા પતિ (Husband) ગંભીર રૂપે ઘાયલ થયા હતા. આથી તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ (Valsad) ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પતિ (Husband)નું મોત નીપજયું હતું.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ આવ્યા લપેટામાં, એક સપ્તાહમાં ત્રીજું કૌભાંડ પકડાયું


જો કે આ વૃદ્ધ દંપતિ (Husband) વચ્ચેના ઝઘડામાં પત્ની (wife)એ પતિ (Husband)ની હત્યા કરી હોવાની ઘટનાની જાણ થતા જ વલસાડ (Valsad)  પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે પતિ (Husband)ની હત્યા બદલ પત્ની (wife) લક્ષ્મીબેન પટેલ (Patel) ની ધરપકડ કરી છે. જોકે આ બાબતે મૃતકના ભત્રીજાએ વલસાડ (Valsad)  સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસ ફરિયાદમાં પણ  અમૃતભાઈ પટેલ (Patel) ના અવાર-નવાર શંકાશીલ સ્વભાવને કારણે દંપતી વચ્ચે ઝઘડા થતાં હોવાનું પણ નોંધ કરી છે. જોકે પોલીસે હવે 71 વર્ષીય વૃદ્ધ પત્ની (wife) પોતાના મૃત પતિ (Husband)ની શંકાશીલ સ્વભાવને કારણે થયેલી બોલાચાલીમાં આવેશમાં આવીને હત્યા કરી હોવાના કારણે. વલસાડ (Valsad)  સીટી પોલીસે આરોપી પત્ની (wife)ની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Night Curfew: શું ગુજરાત સરકાર ફરી લગાવશે રાત્રિ કરફ્યૂ? આવતીકાલના નિર્ણય પર સૌની નજર


આમ જીવનના છેલ્લા આ પડાવમાં પહોંચેલા વૃદ્ધ દંપતી વચ્ચે પતિ (Husband)ના શંકાશીલ સ્વભાવને કારણે થયેલા ઝઘડામાં પતિ (Husband)એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ ફરી એક વખત શંકાના સ્વભાવે એક દાંપત્યજીવનને વેર વિખેર કર્યું હતું. 78 વર્ષીય પતિ (Husband)ની હત્યા ના ગુનામાં 71 વર્ષીય પત્ની (wife) પોલીસના કબજામાં છે. ત્યારે જીવન ના છેલ્લા પડાવ પર પહોંચેલા વૃદ્ધ દંપતી વચ્ચે થયેલો આ ઝઘડો અને તેના કારણ અને ઝઘડાના કરૂણ અંજામનો મામલો ત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube