ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લામાં વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાંખી છે. જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરના ઉભા પાકમાં વરસાદના કારણે નુકશાની થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસોમાં અષાઢી માહોલ..! દિવાળી પહેલા મોસમનો મિજાજ બદલાયો, આ 9 જિલ્લામાં છે મહાખતરો


ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પાછળથી પડેલા વરસાદના કારણે ડાંગરનો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્વારા કાપણી કર્યા બાદ વરસાદ પડતાં ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને ડાંગરના પાક પર નભે છે ત્યારે પાછળથી પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 


લોરેન્સ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત, Zee પાસે એક્સકલ્યુઝિવ માહિતી


વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેતી ડાંગરના પાકની થાય છે. જિલ્લામાં 75 હજાર હેકટરથી વધુમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. નવરાત્રી બાદ દશેરાના દિવસથી ખેડૂતો દ્વારા ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે. તેવામાં વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભો ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જેને લઈ ખેડૂતોએ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ધવલ પટેલ દ્વારા ખેડૂતોને થયેલા નુકશાની સહાય મળે એ માટે રજુઆત કરી છે. તો બીજી બાજુ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.


આ તારીખે આવી રહ્યું છે સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની 'પથારી' ફેરવી દેશે!


દિવાળીના હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ડાંગરના પાક પર નભતા ખેડૂતોને નુકસાની થતા ખેડૂતોની દિવાળી હવે ખરાબ જશે ત્યારે પાયમાલ બનેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની ગુહાર લગાવી છે.