આસોમાં અષાઢી માહોલ..! દિવાળી પહેલા મોસમનો મિજાજ બદલાયો, આ 9 જિલ્લામાં છે મહાખતરો

Ambalal Patel Forecast: આમ તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે, પરંતુ દિવાળી પહેલા અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો છે. અંબાલાલ પટેલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે દિવાળી આસપાસ વાદળવાયુ વાતાવરણ રહેશે. અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

1/6
image

7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

2/6
image

ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. 

3/6
image

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે. આ લો-પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે. બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે. જોકે, અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ છે.

4/6
image

હાલ જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. જોકે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. વેલમાર્ક લો પ્રેશરની અસરને લીધે વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય છુટો છવાયો વરસાદ રહેશે. આજે અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી રહેશે.

5/6
image

અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલએક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. 

6/6
image

અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. ગુજરાતના નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. નવસારીની નીચેના વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે.