Valsad News : ગુજરાતમાં હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. વિવિધ શહેરોમાં હવે હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વલસાડના જાણીતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. વલસાડ શહેરમાં જાણીતા બિલ્ડર પુરંજય વશી ઉર્ફે પિન્ટુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને વલસાડની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બિલ્ડરનું મોત નિપજ્યું છે. આમ, જાણીતા બિલ્ડરના મોતથી તમામ બિલ્ડરોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


જાહેરમા બોલવાનુ ટાળતા UAE પ્રેસિડન્ટે વાઈબ્રન્ટમા આપ્યું ભાષણ, ગુજરાત બન્યુ નિમિત્ત


હાર્ટ એટેકમાં રાજકોટ ટોચ પર 
108 ઈમરજન્સીના આંકડા અનુસાર, વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ 72 હજાર 573 કેસ નોંધાયા છે. જેમાં સુરત-વડોદરામાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસ વધારો થયો છે. 42 ટકાના વધારા સાથે રાજકોટ ટોચ પર છે. સતત વધી રહેલાં હાર્ટ એટેકની ઘટના સામે ચિંતા વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટર્સ સૂચના આપી રહ્યાં છે. 


  • 2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.