પરણિત યુવકને પરણિત યુવતીને મળવા જવું ભારે પડ્યું, પતિ આવી જતા આખો ખેલ બગડ્યો
Valsad Crime News : વલસાડમાં પેટ્રોલ પંપ પાસે મળેલા યુવકની લાશનો ભેદ ઉકેલાયો, યુવક એક પરિણીત યુવતીને મળવા ગયો હતો, પરિણીત સ્ત્રીના પતિએ પ્રેમપ્રકરણના શંકામાં તેને પતાવી દીધો
Valsad News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડના દિવેદ ગામના પરણિત યુવાનને પરણિત યુવતીને મળવા જવું ભારે પડ્યું હતું. પરણિત યુવતીના પતિને સમગ્ર પ્રેમ પ્રકરણ ખબર પડતાની સાથે તેણે પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે કઈ રીતે યુવાનની હત્યા કરાઈ, અને પ્રેમ પ્રકરણમાં શું થયું હતું, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં.
વલસાડ તાલુકાના નાની ઓઝર ગામના પાનેર ફળિયામાં રહેતો ધર્મેશ મનુભાઇ પટેલ છેલ્લા ઘણા સમયથી દિવેદ ગામે પિયરમાં રહેતી પત્ની જીજ્ઞાશા તથા 4 દિકરીઓ સાથે રહેતો હતો. ધર્મેશ ગત રવિવારના રોજ સવારે 9 વાગ્યે તેની ઈકો કાર લઈને નાની ઓઝર ગામે જવા નીકળ્યો હતો. બપોરે દોઢ વાગ્યે પત્નીએ તેના પિતરાઈ ભાઈના મોબાઈલથી વારંવાર ફોન કરવા છતાં ધર્મેશે ઉપાડયો ન હતો. ત્યારબાદ તેની પત્નીએ ભાભીના મોબાઈલથી ફોન કર્યો તો કોઈક અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો. આ વ્યક્તિએ તેને કહ્યું કે, ‘તારો પતિ ધર્મેશ બીજી સ્ત્રી સાથે પકડાયો છે, તે કબુલ કરે નહીં તો મારી નાંખીશું.’
આટલું કહીને તે શખ્સે ફોન કટ કરી દીધો હતો. જેથી જીજ્ઞાશાએ ફરી ફોન કરીને તેણીના પતિ સાથે વાત કરાવવા કહેતા તે અજાણ્યા શખ્સે ધર્મેશને ફોન આપ્યો હતો. આ સમયે ધર્મેશે પોતે ગાડરીયા પેટ્રોલપંપ પાસે છું અને તું જલદી આવી જા તેમ કહીં ફોન કટ કરી દીધો હતો.
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો : પંમચહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો
જોકે આ ઘટના બાદ તેઓને જાણવા મળ્યું કે, ધર્મેશને પેટ્રોલપંપ પાસે અચાનક ખેંચ આવતા 108-માં વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના શંકાના દાયરામાં હોવાથી પોલીસે મૃતદેહનું સુરત ખાતે ફોરેન્સિક પી.એમ. કરાવ્યુ હતું. જેમાં કોઝ ઓફ ડેથ સર્ટી.માં ધર્મેશનું મોત ગળુ દબાવવાથી થયું હોવાનું જણાવ્યું હતું. જે અંગે મૃતકના પરિજનોએ તપાસ કરાવતા જાણવા મળ્યું હતુ કે, ગાડરીયા ગામે રહેતો જેકી પટેલની પત્ની રેશ્મા અબ્રામાની એક કંપનીમાં નોકરી કરે છે. તેણી મૃતક ધર્મેશની ઈકો ગાડીમાં કંપનીમાં અવરજવર કરતી હતી.
આ ઘટનામાં ધર્મેશ રેશ્માને પોતાની ઈકો ગાડીમાં વલસાડ લઈ ગયો હતો અને પરત ગાડરીયા પેટ્રોલપંપ આગળ ઉતારી હતી. તે જ સમયે રેશ્માના પતિ જેકીએ બંનેને પકડી પાડ્યા હતા. રેશ્માના પતિને બંને વચ્ચે આડોસંબંધ હોવાની શંકા ગઈ હતી. તેથી તેના પતિએ રોણવેલ ગામે રહેતા તેના મિત્ર સંકેત પટેલને સ્થળ પર બોલાવ્યો હતો. બાદ બંનેએ મળીને ધર્મેશનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. ફોરેન્સીક પી.એમ. રિપોર્ટ તથા તથ્યો અને ઘટના નજીકથી મળેલી સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આમ, વલસાડ રૂરલ પોલીસે જેકી પટેલ તથા સંકેત પટેલ સામે ગુનો નોંધ્યો બાદ બંને ધરપકડ કરી છે.
દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચા