ઉમેશ પટેલ/વલસાડ:  વલસાડ રૂરલ પોલીસ વગર બિલનો ચાંદીનો સૌથી મોટો જથ્થો ઝડપ્યો છે. નેશનલ હાઇ-વે 48 પર ધમદાચી પીરૂ ફળિયા નજીકથી ચાંદી ઝડપી પાડી છે. જાણવા મળી રહ્યું છે કે ચાંદીનો જથ્થો કારમાં ચોર ખાનું બનાવી મુંબઇથી રાજસ્થાન લઈ જવાતો હતો. આ ઘટનામાં એક ડ્રાઈવર અને 2 વેપારીને પોલીસે ઝડપ્યા છે. 173.55 કિલોથી વધુનો બિલ વગરનો ચાંદીનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. જેની અંદાજે 1.10 કરોડની કિંમત થાય છે. પોલીસે કાર ચાંદી સહિત કુલ રૂપિયા 1.13 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસ એ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ તમારા પાનકાર્ડનો દુરુપયોગ કરે છે કે નહીં ? આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ


વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં પારનેરા  પારડી સુગર ફેક્ટરી હાઇવે ઉપર વોચ રાખી હતી. વાહન ચેકિંગમાં ઊભા રહેતા ફૂલ ઝડપે જઈ રહેલી કાર ઉપર શંકા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ કારને ધમડાથી હાઇવે પર મહારાષ્ટ્રના કોલાપુરથી રાજસ્થાન કારમાં બનાવેલા ચોર ખાનામાં લઈ જવાતી 1.13 કરોડનું  173 કિલો લઈ જતી કાર પર વલસાડ પોલીસની ટીમને શંકા જતા તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ કારને ધમડાચી હાઇવે પર અટકાવી કારમાં તપાસ કરતા ચોર ખાનામાં છુપાવેલી 173 કિલો ચાંદી કિંમત 1.10 કરોડ ના મુદ્દા માલ સાથે ડ્રાઇવર સહિત બે વેપારીઓ મળી કુલ ત્રણ ઈસમોની અટક  કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ચટપટી દાબેલી પાછળ છે ગુજરાતીઓ દીવાના : દાબેલીનો પણ છે આવો ઈતિહાસ


વલસાડ રૂરલ પોલીસની ટીમ આજરોજ વલસાડના પારનેરા પારડી હાઈવે પર આવેલી સુગર ફેક્ટરી પાસે વાહન ચેકિંગમાં ઉભા રહ્યા હતા. તે દરમિયાન એક વેરીટો કાર નંબર  એમ.એચ 12/ કે.ટી. /3974 ઉપર શંકા ગઈ હતી. જેથી પોલીસે કારનો પીછો કરી તેને ધમડાચી હાઇવે પીરુ  ફળિયા હાઇવે ઉપર  કારને અટકાવી તેની અંદર તપાસ કરતા સીટના પાછળના ભાગે  બનાવેલા ચોર ખાનામાંથી 173.55 કિલો ચાંદીની કિંમત રૂપિયા 1.10 કરોડ તથા કારની કિંમત  3 લાખ મળી કુલ 1.13 કરોડના મુદ્દા માલ સાથે આરોપી  વિજય રામચંદ્ર પાટીલ રહે. સાગલી મહારાષ્ટ્ર, વેપારી સંતોષ ગણપતિ એડકે હુપરી અને  સતીશ ગણપતિ એડકે હુપરી  રહે. કોલ્હાપુર મહારાષ્ટ્ર  ની અટક કરી હતી. 


Gujarat Budget 2023 : 3.01 લાખ કરોડનું ગુજરાતનું આત્મનિર્ભર બજેટ, આ છે મહત્વની જાહેરાતો


પોલીસે કરેલી પૂછપરછમાં આ ચાંદીનો જથ્થો વેપારીઓએ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી લઈ રાજસ્થાન ના ઉદયપુર લઈ  જવાના હતા. ચાંદીના જથ્થા સાથે અટક કરાયેલા વેપારી પાસેથી ચાંદીના જથ્થાનો બિલ માંગણી કરતા ન હોવાથી ત્રણેની અટક કરી વલસાડ રૂરલ પોલીસ મથક  ફરિયાદ નોંધાવી આગળની તપાસ કરી છે.