• જિલ્લાના તમામ બોર્ડર ઉપર પણ આરોગની ટીમ સહિત પોલીસ અને આર.ટી.ઓની ટીમ તૈનાત કરવામાં આવી

  • વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારો શનિ રવિ તથા જાહેર રજાના દિવસે સેહલાનીઓ માટે બંધ કરાયો


નિલેશ જોશી/વલસાડ :વલસાડનું વાપી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. વાપીના ઉદ્યોગપતિ અને તેના પરિવારની લાપરવાહીને કારણે વાપીમાં કોરોનાનો કહેર વધ્યો છે. રાજ્ય બહાર એક ઉદ્યોગપતિની દીકરીના લગ્નમાંથી આવ્યા બાદ વાપીમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. એક ઉદ્યોગપતિએ ગોવામાં દીકરીના લગ્ન યોજ્યા હતા. 7 થી 12 માર્ચ દરમિયાન વાપીમાંથી 24 લોકોએ ગોવામાં હાજરી આપી હતી. ગોવાથી પરત આવતા 12 લોકોના કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે 12 કોરોનાગ્રસ્ત લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ચારેતરફ ફેલાયેલ લોકડાઉનની અફવા અંગે મોટી ખબર
 
10 પોઝિટિવ દર્દી એકબીજાના સંબંધી 
તારીખ 7 માર્ચથી 12 માર્ચ દરમિયાન વાપીમાંથી અંદાજિત 24 લોકો ગોવામાં ગયા હતા. એક ઉદ્યોગપતિના દીકરીના લગ્ન ગોવામા યોજાયા હતા. જેમાં વાપીમાંથી અનેક વેપારી ઓર અને ઉદ્યોગકારો લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત વાપી આવ્યા હતા. જેના બાદ સુરત ખાતે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા 24 લોકો પૈકી 12 પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 10 વ્યક્તિઓ એકબીજાના સંબંધી હતા. આજે વલસાડ મેડિકલ ટીમ દ્વારા મુલાકાત કરી કોવિડ 19 અંતર્ગત અટકાયતી પગલાં અંગે માહિતી અને સારવાર આપવામાં આવી છે. આ તમામે તમામ 12 લોકો વાપી ખાતે પોતાના અલગ-અલગ મકાનોમા હોમ આઈસોલેટ થયા છે. 


તિથલ દરિયાકાંઠો બંધ કરાયો 
તો કોરોનાના કેસને પગલે વલસાડ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારો શનિ રવિ તથા જાહેર રજાના દિવસે સેહલાનીઓ માટે બંધ કરાયો છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પગલાં લેવાયા છે.  


ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા મોટા અપડેટ


દેશભરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા વહીવટી તંત્ર ફરીથી એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાત મહારાષ્ટ્રના બોર્ડરના વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રએ નવી ગાઈડલાઈન બહાર પાડી છે અને સંક્રમણ રોકવા કવાયત શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં હાલ કોરોનાના કેસ ઓછા છે. પરંતુ તેમ છતાં જિલ્લાના તમામ પર્યટક સ્થળો જાહેર રજાના દિવસે બંધ રાખવામાં આવ્યા છે. તો સાથે આવા સ્થળો ઉપર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળો જેમકે બસ ડેપો, રેલ્વે સ્ટેશન ઉપર પણ ખાસ મોનિટરીંગ થઇ રહ્યું છે. જિલ્લામાં ક્રિકેટ મેચ માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામ આવી છે. મેચ રમતા ખેલાડીઓએ પેહલા કોરોના ટેસ્ટ કરાવવાનો રેહશે અને આયોજકે મેચ માટે અગામી પરવાનગી લેવાની રહેશે. ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન પ્રેક્ષકો હાજર નહિ રહી શકે. 


જિલ્લાના તમામ બોર્ડર ઉપર પણ આરોગની ટીમ સહિત પોલીસ અને આર.ટી.ઓની ટીમ તૈનાત કરવામાં આવી છે કે, જે જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોમાં સવાર મુસાફરોનું સ્ક્રીનીંગ કરી રહ્યા છે. આમ જિલ્લામાં કોરોનાનો રાફડો ન ફાટે, વલસાડ જિલ્લો કોરોનાની ચપેટમાં ન આવે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે.