ઝી બ્યુરો/વલસાડ: માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા નિભાવવાનું સગીરાને ભારે પડી છે. દુષ્કર્મનો ભોગ બની પારડી પોણીયામાં વાડીની ઝૂંપડીમાં સહેલીના પ્રેમીના મિત્રએ સગીરા ઉપરે દુષ્કર્મ આચર્યું હતું. પારડી પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ કરનાર તેમજ બહેનપણી અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સુરતમાં કંઈક મોટું થવાનું હતું? યુવકો બેગ મૂકીને ભાગ્યા, મળ્યું કંઈક એવું કે...


વલસાડ જિલ્લાના પારડીના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાની આજથી પાંચ દિવસ પહેલા ઉદવાડા સ્ટેશન પર પારડી કોટલાવમાં રહેતી 21 વર્ષની યુવતી સાથે ઓળખાણ થાય છે. બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વાતચીત કરતા થાય છે. મિત્રતાના પાંચ દિવસ બાદ તારીખ 18મી જૂનના રોજ યુવતી ફોન કરી સગીરાને બેંકમાં કામ છે.


એન્ટીલિયા કરતા પણ મોંઘુ છે આ ક્રિકેટરનું ઘર, ધોની-કોહલી મળીને પણ બરાબરી ન કરી શકે


તું મારી સાથે ચાલ કહી ઉદવાડા બોલાવે છે. ત્યાંથી ફરવા જઈએ એમ કહી સગીરા બહેનપણી સાથે ટ્રેનમાં બેસાડી વલસાડ બાદ વાપી આવી બંને બહેનપણી લખમદેવ તળાવે ફરવા જાય છે. ત્યાંથી તેવોને મોડું થતાં ઘરે આવવાની ટ્રેન ચૂકી જતા વિશાખા તેના બોયફ્રેન્ડ વિજય વિશ્વનાથ સરોજ રહે. પારડી મચ્છી માર્કેટ સાંઈ સરોવર બિલ્ડીંગને વાપી લેવા બોલાવે છે. ત્યારે બોયફ્રેન્ડ અને તેનો મિત્ર ધ્રુવીલ ચેતનભાઈ પટેલ રહે. ભેંસલાપાડા, પારડી સાથે કારમાં પારડી આવી હોટલ વિરામ પાસે વિશાખા અને તેનો બોયફ્રેન્ડ તેમજ સગીરા ઉતારી દે છે. 


ટીમ ઈન્ડિયાની નબળી કડી બની બેઠો આ ધૂરંધર ગુજ્જુ ખેલાડી, ટી20 વર્લ્ડ કપમાં સતત ફ્લોપ


જોકે આ ઘટનામાં પારડી ઉતર્યા બાદ ત્રણેય મોપેડ પર બેસી પોણીયા ગંગાજી રોડ આવેલી એક વાડીમાં બનાવેલા ઝૂપડામાં રાતે નવેક વાગ્યે પહોંચે છે. થોડીવારમાં કારમાં બેસેલ ધ્રુવિલ પણ આ ઝૂંપડીમાં આવે છે જ્યાં વિશાખા સગીરાને ધ્રુવિલ તને પસંદ કરે છે હોવાનું જણાવી વિશાખા અને તેનો બોયફ્રેન્ડ ઝૂડપીની બહાર જતાં રહે છે. તકનો લાભ લઈ ધુવિલ સગીરાને આઈ લવ યુ કહી કિસ કરી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચારે છે. સવારે સગીરા ઘરે પહોંચી આ બાબતની જાણ સગીરાના પિતાને કરે છે. પિતા પારડી પોલીસ મથકે આવી પર રાતે દસેક વાગ્યે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે છે. 


સોનામાં મોટો ભડકો, બે અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચ્યું, જાણો કેમ ફરી વધ્યા ભાવ?


સમગ્ર ઘટનામાં પારડી ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાય અને પીઆઈ જી.આર. ગઢવી ઘટના સ્થળે FSL ટીમને બોલાવી ઝૂપડામાં પુરાવા એકત્ર કરી વિશાખા અને તેનો બોયફ્રેન્ડને મદદગારીમાં તેમજ દુષ્કર્મ આચરનાર ધ્રુવીલની ધરપકડ કરી છે, વધુ તપાસ હાથ ધરી છે.