ચેતન પટેલ/સુરતઃ સુરતના વરાછા વિસ્તારની 45 જેટલી સોસાયટીઓ દ્વારા ટોરેન્ટ પાવર દ્વારા ફટકારવામા આવેલા મસમોટા બીલનો વિરોધ કર્યો હતો અને આ બીલમા ઘટાડો નહિ કરવામા આવે તો સ્થાનિક સોસાયટીઓ દ્વારા વિજ બીલ નહિ ભરવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન બાદ ટોરેન્ટ વિજ પાવર કંપની દ્વારા લોકોને મસમોટા બીલ ફટકારવામા આવ્યા છે. જે લોકોના બીલ 1800 થી 2000 આવતું હતું. તેમનુ બીલ બાર-બાર હજાર ફટકારવામા આવ્યુ છે. જેને કારણે સ્થાનિક લોકો દ્વારા ટોરેન્ટ કંપની પર જઇ આ અંગે જવાબ માંગ્યો હતો. જો કે કંપનીના કર્મચારી દ્વારા યોગ્ય જવાબ આપવામા આવ્યો ન હતો. જેને કારણે આજે વરાછા ખોડિયાર નગરની 45 જેટલી સોસાયટીના રહીશો દ્વારા મિટિંગનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. 


સુરતના ડીસીપી વિધિ ચૌધરી બન્યા કોરોનાનો શિકાર, પોલીસ બેડામાં ફફડાટ  


આ મિટિંગમા જો ટોરેન્ટ કંપની દ્વારા વિજ બિલ નહિ ઘટાડવામા આવે તો બિલ નહિ ભરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ ઉપરાત આગામી સમયમા સથાનિક લોકો દ્વારા રોડ પર ઉતરીને ટોરેન્ટ કંપનીનો વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube