ઝી બ્યુરો/સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ LLBની પરીક્ષા અને ચેકિંગમાં ફેરફાર કરતાં સેમેસ્ટર 5નું પરિણામ 60 ટકા જેટલું ઊચું આવ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં B.Comની માફક LLBમાં પણ નીચું પરિણામ આવતું હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. પરીક્ષા પધ્ધતિ અને ખાસ કરીને ચેકિંગ સેલ દ્વારા ચકાસણીમાં ખોટી-રીતે માર્ક્સ કાપી લેવામાં આવતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં નવી નિમણૂકો; આ 13 જિલ્લાઓમાં નવા પ્રમુખો નિમાયા


આ અંગે વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. LLBમાં નીચું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ રિએસેમેન્ટ કરાવે તો તેમના માર્ક્સ વધી જતા હોવાના ઘણા કિસ્સા બન્યા છે. એટલે ચેકિંગ સેલ દ્વારા પેપર ચકાસણીમાં ખોટી રીતે માર્કસ કાપી લેવાતા હોવાની શંકા ઉદભવી હતી. 


4 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનો પહેલી પસંદ, અમદાવાદમાં તો 2 BHK બનવાના બંધ


આ અંગે કુલપતિને રજૂઆત કરી પરીક્ષા પધ્ધતિને બદલવા માંગ કરી હતી. LLBની પરીક્ષામાં ફેરફાર કરાયા બાદ 25થી 35 ટકા આવતું પરિણામ 60 ટકા થયું છે. 


દુનિયામાં ધમાલ મચાવે છે આ ભારતીય, કલાકની કમાણી લાખોમાં, 20 સ્માર્ટફોન કરે યૂઝ