4 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનો પહેલી પસંદ, અમદાવાદમાં તો 2 BHK બનવાના બંધ

Luxury Housing Segment: રિપોર્ટ અનુસાર દિલ્હી એનસીઆરમાં રૂ. 4 કરોડથી વધુની કિંમતના લક્ઝરી સેગમેન્ટ હાઉસનું સૌથી વધુ વેચાણ થયું છે. 2022માં આ સેગમેન્ટમાં કુલ 1860 હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા, તે 2023માં 197 ટકાના ઉછાળા સાથે 5,530 યુનિટ્સ થશે. આ પછી પુણેનો નંબર આવે છે જ્યાં 144 ટકા, હૈદરાબાદમાં 64 ટકા, મુંબઈમાં 24 ટકા અને કોલકાતામાં 4 ટકાનો વધારો થયો છે. રૂ. 4 કરોડના લક્ઝરી સેગમેન્ટ યુનિટના લોન્ચિંગમાં પણ વર્ષે 45 ટકાનો વધારો થયો છે.

4 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનો પહેલી પસંદ, અમદાવાદમાં તો 2 BHK બનવાના બંધ

Luxury Housing Segment: ગુજરાત સહિત દેશભરમાં મોંઘા મકાનો હવે પહેલી પસંદ બની રહયાં છે. અમદાવાદમાં પણ પશ્વિમમાં હવે 2 બીએચકીની સ્કીમ બનવાની બંધ થઈ છે. ગુજરાતમાં 3 બીએચકે ફ્લેટના ભાવ 90 લાખથી એક કરોડની આસપાસ પહોંચી ગયા છે. આમ છતાં સારા બિલ્ડરની સ્કીમ જાહેર થતાં ચપોચપ મકાનો વેચાય છે. વર્ષ 2023માં લક્ઝરી સેગમેન્ટના ઘરોમાં ઉછાળો આવ્યો છે.  વર્ષ 2023માં 4 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં 75 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સેગમેન્ટમાં 2023 માં વેચાયેલા કુલ મકાનોની કુલ સંખ્યામાં મકાનોના વેચાણનો કુલ હિસ્સો 4 ટકા છે, જે 2022 માં 2 ટકા હતો. આનો અર્થ એ થયો કે 2022ની સરખામણીમાં 2023માં વૈભવી ઘરોના વેચાણમાં બમણો ઉછાળો આવ્યો છે. ગુજરાતની મેગા સીટીમાં પણ આ જ સ્થિતિ છે. 

હાઉસિંગ એકમોના લોન્ચિંગમાં પણ 45 ટકાનો વધારો-
CBRE સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડે ઈન્ડિયા માર્કેટ મોનિટર Q4 2023નો એક નવો રિપોર્ટ જાહેર થયો છે. રિપોર્ટ અનુસાર, 2023માં તમામ મોટા શહેરોમાં લક્ઝરી સેગમેન્ટના ઘરોના વેચાણમાં ઉછાળો નોંધાયો છે. 4 કરોડથી વધુની કિંમતના મોંઘા અને વૈભવી ઘરોના વેચાણમાં દર વર્ષે 75 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સેગમેન્ટમાં હાઉસિંગ એકમોના લોન્ચિંગમાં પણ 45 ટકાનો વધારો થયો છે.

દિલ્હી એનસીઆર નંબર વન-
રિપોર્ટ અનુસાર દિલ્હી એનસીઆરમાં રૂ. 4 કરોડથી વધુની કિંમતના લક્ઝરી સેગમેન્ટ હાઉસનું સૌથી વધુ વેચાણ થયું છે. 2022માં આ સેગમેન્ટમાં કુલ 1860 હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા, તે 2023માં 197 ટકાના ઉછાળા સાથે 5,530 યુનિટ્સ થશે. આ પછી પુણેનો નંબર આવે છે જ્યાં 144 ટકા, હૈદરાબાદમાં 64 ટકા, મુંબઈમાં 24 ટકા અને કોલકાતામાં 4 ટકાનો વધારો થયો છે. રૂ. 4 કરોડના લક્ઝરી સેગમેન્ટ યુનિટના લોન્ચિંગમાં પણ વર્ષે 45 ટકાનો વધારો થયો છે.

દેશભરમાં 3.22 લાખ મકાનોનું થયું વેચાણ-
CBRE ડેટા અનુસાર, 2023માં તમામ કિંમતના ઘરોનું કુલ વેચાણ 3,22,000 યુનિટ થયું છે, જે 2022ની સરખામણીમાં 9 ટકા વધુ છે. આમ ઘરોની ખરીદદારી વધી છે. 2023માં કુલ 3.13 લાખ નવા આવાસ એકમો શરૂ કરવામાં આવ્યા છે, જે 2022ની સરખામણીમાં 6 ટકા વધુ છે. 2023માં મિડ-સેગમેન્ટના ઘરોનું વેચાણ સૌથી વધુ 45 ટકા રહ્યું છે. આ પછી હાઇ એન્ડ અને પોસાય તેવા સેગમેન્ટ્સ આવે છે. કુલ મકાનોમાંથી 61 ટકા એકલા મુંબઈ, પુણે અને બેંગલુરુમાં વેચાયા છે, જ્યારે મુંબઈ, પૂણે અને હૈદરાબાદનો સમાવેશ કરવામાં આવે તો આ શહેરોમાં 67 ટકા નવી સ્કીમો મૂકાઈ છે. 

2024માં પણ આ ગતિ ચાલુ રહેશે-
ઓક્ટોબર-ડિસેમ્બર 2023 દરમિયાન કુલ 90,000 હાઉસિંગ યુનિટની સ્કીમો લોન્ચ કરવામાં આવી છે. જેમાંથી 86,000 યુનિટનું વેચાણ જોવા મળ્યું હતું. CBRE ઈન્ડિયા સાઉથ-ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના રિપોર્ટ અનુસાર, આ બદલાતા યુગમાં બજારના સાનુકૂળ વાતાવરણ અને સતત વૃદ્ધિને કારણે પ્રીમિયમ અને લક્ઝરી સેક્ટરની ચમક આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે. તેમણે કહ્યું કે 2024માં પણ નવા લોન્ચ અને વેચાણની ગતિ પાછલા વર્ષોની જેમ જ રહેશે. ગુજરાતમાં પણ હાઉસિંગ સ્કીમો વધી રહી છે. સરકારની સાનુકૂળ નીતિઓને પગલે ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં તેજી ચાલી રહી છે.

અમદાવાદ પશ્વિમમાં હવે નવી 2 બીએચકેની સ્કીમો બનવાની બંધ થઈ ગઈ છે. જમીનોના વધતા જતા ભાવ, બેન્કોના વ્યાજદર, મજૂરી ખર્ચ તેમજ કન્સ્ટ્રક્શન મટીરિયલના ઉંચા ભાવને પગલે હવે બિલ્ડરો 3 બીએચકેની સ્કીમો જ લોન્ચ કરી રહ્યાં છે. હવે લોકો લક્ઝરી હાઉસ તરફ વળ્યા છે. પૈસા ખર્ચીને પણ લોકોને સારી ફેસિલિટી જોઈએ છે જેઓનો ટેસ્ટ બદલાતા બિલ્ડરો પણ હવે હાઈફાઈ સ્કીમો લોન્ચ કરી રહ્યાં છે. અમદાવાદમાં પોશ એરિયામાં પણ હવે 3થી 4 કરોડના ફ્લેટની નવાઈ રહી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news