રક્ષિત પંડ્યા, રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તબીબી સારવાર લેવા માટે હવે સૌરાષ્ટ્ર વાસીઓએ મુંબઈ કે દિલ્હી જવાની જરૂરિયાત નહીં રહે કારણ કે રાજકોટના પરાપીપળીયા ખાતે બની રહેલા એમ્સ હોસ્પિટલના બાંધકામનો મુખ્ય લે-આઉટ પ્લાન મંજૂર થઈ ચૂક્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંદર દિવસ પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 2022 પહેલા એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. ત્યારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એઈમ્સ હોસ્પિટલના બાંધકામ માટેનો મુખ્ય લે આઉટ પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે 200 એકર જમીન એઈમ્સના સત્તાધિશોને સોંપવામાં આવી છે, તેમાં હવે કમ્પાઉન્ડ વોલ તેમજ જમીનનો કામ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવશે. તો સાથે જ આગામી દિવસોમાં જુદી જુદી અલગ-અલગ 19 બિલ્ડિંગોના પ્લાન પણ તબક્કાવાર મંજૂર કરવામાં આવશે.


ચોટીલાના ચોરવીરા ગામનો જવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, સીએમે આપી શ્રદ્ધાંજલિ  


એમ્સ હોસ્પિટલમાં હાઇટેક સાધનો સાથેના ઓપરેશન થિયેટરો તેમજ ઓપીડી માટે જુદી જુદી બે બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. એઈમ્સ હોસ્પિટલમાં પોલીસ ચોકી, કર્મચારીઓના રહેણાંક માટેની કોલોની સહિત જુદી જુદી 19 બિલ્ડિંગના પ્લાન તબક્કા વાર મૂકવામાં આવશે. જેમને સમયાંતરે રૂડા દ્વાર મંજૂરી આપવામાં આવશે.
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube