આણંદ: દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે આણંદ-વિદ્યાનગરમાં જુદા જુદા કાર્યક્રમ અંતર્ગત 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા છે. ઉપરાષ્ટ્રપતિ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિે આણંદ ખાતે આવેલા ઇરમા (ઇન્સ્ટીટ્યુંટ ઓફ રૂરલ મેનેજમેન્ટ)નાં 40માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિનાં હસ્તે તેમની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે NDDB, IRMA, Amul, GCMMF ની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: છાણીમાં ગેરેજની આડમાં દારૂનો ધંધો કરતા બુટલેગરની ધરપકડ
વર્ગીસ કુરિયનને યાદ કર્યા
ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કેન્દ્ર સરકારે ગામડાનાં વિકાસને મહત્વ આપીને ગામડાઓની માળખાગત સુવિધા વીજળી, પાણી રોડ અને રસ્તા પરથી સ્વચ્છતાના શૌચાલયનું નિર્માણ કાર્ય કર્યું છે. ભારતમાં આજે કૃષી, ખાદ્ય અને ગ્રામીણ ક્ષેત્રે 1000 થી વધારે સ્ટાર્ટઅપર ચાલી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ દેશના ગામડાના સર્વાંગી વિકાસ માટે આજથી 40 વર્ષ અગાઉ ઇરમાની સ્થાના બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનનાં યોગદાનને બિરદાવ્યું હતું. 


કોંગ્રેસનું અમદાવાદનું માળખું વિખેરાશે, સક્રીય લોકોને જ મળશે સ્થાન
ફાગવેલથી પરત ફરી રહેલો કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યો અને અચાનક...
વાજપેયી સરકારમાં કૃષી મંત્રાલયની માંગ સામેથી કરી હતી
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, આણંદમાં આવીને ખુબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મારા જીવનમાં મને સૌથી વધારે ગમતું કૃષી, ગ્રામીણ વિકાસ, પશુપાલન છે. વાજપેયી સરકારમાં સામેથી કૃષી મંત્રાલય માંગ્યું હતું. તેમણે વાજપેયીએ કહ્યું કે, કૃષી ખાતુ બીજાને ફાળવ્યું હતું. જેથી મે અન્ય કોઇ મંત્રાલય લેવાનો ઇન્કાર કરી દીધો હતો. કારણ કે 68.8 ટકા હિસ્સો ગામમાં જીવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube