વડોદરા : કોરોના વાયરસની મહામારી દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધારે વિવાદમાં રહી હોય તો તે વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ છે. સારવાર અને સુવિધા મુદ્દે તે સતત વિવાદોમાં રહી છે. ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનાં ભોજનમાં જીવાત હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આખા દિવસના મેઘાડંબર બાદ સાંજે પશ્ચિમ અમદાવાદમાં તોફાની વરસાદ તુટી પડ્યો

ભાવિન પાટડીયા નામાના દર્દીએ આ વીડિયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ વીડિયોમાં તેણે હોસ્પિટલમાં પાણી પણ પુરતુ નહી મળતું હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેણે જણાવ્યું કે, ભોજનની ગુણવત્તા ખુબ જ ખરાબ હોય છે. આ ઉપરાંત આજનાં ભોજનમાં તો જીવાત નિકળી હોવાનું તે જણાવી રહ્યો છે. ફરિયાદ કર્યા બાદ દોઢ કલાક જેટલો સમય થઇ ગયો હોવા છતા હોસ્પિટલ તંત્ર દ્વારા બીજી કોઇ વ્યવસ્થા નહી કરી હોવાનું જણાવ્યું હતું. તેણે હોસ્પિટલનાં સ્ટાફનો વ્યવહાર દર્દીઓ સાથે પશુઓ જેવો હોવાો દાવો કર્યો હતો. 


અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ નોડલ ઓફીસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, 10 વર્ષથી અક્ષયપાત્ર એજન્સી દ્વારા ભોજન પુરૂ પાડવામાં આવે છે. દર્દીનો વાયરલ થયેલો વીડિયો મારા પણ ધ્યાને આવ્યો છે. તત્કાલ દર્દીને બીજુ જમવાનું અને પાણી બોટલ અને હેન્ડ સેનેટાઇઝર પુરૂ પાડવામાં આવ્યું છે. દર્દી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટાફને અને એજન્સીને પણ તાકીદ કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર