અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે તમામ રેકોર્ડ તોડતા રેકોર્ડ 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 344 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,991 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 35 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 30 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1190 પર પહોંચ્યો છે.

Updated By: Jun 5, 2020, 08:06 PM IST
અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે તમામ રેકોર્ડ તોડતા રેકોર્ડ 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 344 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,991 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 35 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 30 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1190 પર પહોંચ્યો છે.

વટસાવિત્રી: કોરોના કહેર વચ્ચે પણ મહિલાઓએ પતિનાં લાંબા આયુષ માટે કરી પ્રાર્થના

રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,21, 149 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,13,717 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 7432 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે. 

રાજકોટ: સેન્ટ્રલ જેલમાંથી 2 મોબાઇલ અને 1 ચાર્જર મળી આવતા પોલીસ ફરિયાદ

આજે રાજ્યમાં 510 નવા કેસ નોંધાયા તેની જિલ્લાવાર વિગતો અનુસાર અમદાવાદમાં જ માત્ર 324 કેસ નોંધાય છે, સુરતમાંથી 67, વડોદરા 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણમાં 6, જામનગરમાં 6, વલસાડ 5, ભાવનગર 4, અમરેલી 4, ભાવનગરમાં 4, ખેડામાં 3, ભરૂચમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભુમી દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે ગુજરાતમાં આજના દિવસમાં કુલ 510 કેસ નોંધાયા છે. 

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ, અનેક નદીઓમાં પુર આવ્યા

જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 4918 કેસ એક્ટિવ છે, જે પૈકી 4855 સ્ટેબલ છે જ્યારે 63 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 13011 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1190 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર