ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ શહેરના વધુ એક પોલીસ સ્ટેશનના લોકઅપ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ના લોકઅપ નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા લૂંટના કેસમાં પકડાયેલા આરોપી રાહિલ સુમરા લોકઅપમાં હોય તે પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયો બનાવી તેમાં કિંગ લખી સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સ્ટેટસ તરીકે વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા વિડિયો ઉતારનાર તેમજ રાહિલ સુમરા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ


પોલીસ સુત્રોનું કહેવું છે કે, થોડા સમય પહેલા લૂંટના ગુનામાં પકડાયેલ આરોપી રાહીલ સુમરાનો વિડીયો છે. જેને મળવા આવેલા લોકોએ પોલીસની નજર થી છુપાઈને આ વીડિયો ઉતાર્યો છે. જોકે પોલીસ પણ આ વીડિયો ઉતારનાર શખ્સની શોધખોળ કરી રહી છે. વિડીયો ઉતારી વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. 


મેજિસ્ટ્રેટ જેએસ વસાવાનો સુરત પોલીસ પર સીધો આરોપ, તમે ખોટી રીતે કોવિડના જાહેરનામા ભંગના કેસ કરો છો


પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સામે ઉઠતા સવાલ
આ જ પ્રકારનો વીડિયો ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપની અંદર બનાવવામાં આવ્યું હોવાનું થોડા સમય પહેલા સામે આવ્યું હતું. જે અંતર્ગત ભક્તિનગર પોલીસ દ્વારા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચાર જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત બે જેટલા આરોપીઓ પકડાઇ ચૂક્યા છે જ્યારે કે બે જેટલા આરોપીઓને હજુ પણ શોધખોળ શરૂ છે. જોકે ફરી એક વખત પોલીસ સ્ટેશનના લોકઅપનો વિડીયો વાયરલ થતા સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમ છતાં આ પ્રકારના વિડીયો ઉતારી લોકો અપલોડ કરે છે. જ્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થાય છે પછી પોલીસ તંત્ર દોડતું થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube