મેજિસ્ટ્રેટ જેએસ વસાવાનો સુરત પોલીસ પર સીધો આરોપ, તમે ખોટી રીતે કોવિડના જાહેરનામા ભંગના કેસ કરો છો

સુરતમાં એક મેજિસ્ટ્રેટે પોલીસ કમિશનરને પત્ર લખીને આરોપ મૂકવામાં આવ્યો છે કે, પોલીસ કોવિડના જાહેરનામાના ભંગના ખોટા કેસ કરે છે. પોલીસ પોતાના ટાર્ગેટ પૂરા કરવા આવું કરે છે. ત્યારે પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવતો હાવોના મેજિસ્ટ્રેટ દ્વારા પત્ર લખાયો છે. 

Updated By: Mar 28, 2021, 03:29 PM IST
મેજિસ્ટ્રેટ જેએસ વસાવાનો સુરત પોલીસ પર સીધો આરોપ, તમે ખોટી રીતે કોવિડના જાહેરનામા ભંગના કેસ કરો છો

તેજશ મોદી/સુરત :સુરતમાં એક મેજિસ્ટ્રેટે પોલીસ કમિશનરને પત્ર લખીને આરોપ મૂકવામાં આવ્યો છે કે, પોલીસ કોવિડના જાહેરનામાના ભંગના ખોટા કેસ કરે છે. પોલીસ પોતાના ટાર્ગેટ પૂરા કરવા આવું કરે છે. ત્યારે પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવતો હાવોના મેજિસ્ટ્રેટ દ્વારા પત્ર લખાયો છે. 

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેએસ વસાવા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. જેમણે સુરત પોલીસ પર સીધો આરોપ મૂક્યો છે. બે પાનાના પત્રમાં એસ વસાવાએ લખ્યું કે, કોવિડ ગાઈડલાઈનના ભંગ અંગે પોલીસ દરેકની અલગ અલગ કાર્યવાહી કરે છે. પરંતુ કોવિડને ગાઈડલાઈનના ભંગ મુજબ જે કેસ કરાય છે, તેમાં CRPC કલમ 109, 110 અને 115 મુજબ ખોટી કાર્યવાહી કરી છે. કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ દ્વારા અટકાયતી પગલાના કેસ કરાતા હોય છે. સુરત પોલીસ દ્વારા લેવામાં આવી રહેલા આ અટકાયતી પગલા અયોગ્ય છે. ભંગ વિરુદ્ધ જે કેસ કરાય છે તે અયોગ્ય છે. કેટલાક પોલીસ સ્ટેશનમાં 30 થી 40 કેસ, તો કેટલાકમાં 70 થી 80 કેસ કરાય છે. આમ, રોજના 250 થી 300 વધુ કેસ કરવામાં આવી રહ્યાં છે. જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પાસે જતા હોય છે. ત્યાંથી તેમને જામીન લેવાના હોય છે. જેની સામે અટકાયતી પગલા લેવાય છે તેમને પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવે છે. આ બાબત સંદતર ખોટું છે. પોલીસ પોતાનો અટકાયતી પગલાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવું કરે છે. તે બિલકુલ અયોગ્ય છે. 

આ પણ વાંચો : 5 વિદ્યાર્થીઓની એક ભૂલથી IIM અમદાવાદનું કેમ્પસ સુપરસ્પ્રેડર બન્યું, 45 કેસ થયા  

સાથે જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા પત્રમાં એ 8 પોલીસ સ્ટેશનના નામ પણ આપવામાં આવ્યા છે, જેઓ ખોટી રીતે લોકો પર કેસ કરે છે. જેમાં આ પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે સીઆરપીસીની ધારા લગાવવામાં આવે છે. તેમણે પત્રમાં કડક શબ્દોમાં લખ્યું કે, પોલીસની આ હરકતથી સામાન્ય પ્રજા હેરાન થાય છે. હવે પછી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તે પોલીસ અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેએસ વસાવાએ આ પત્ર સુરત પોલીસ કમિશનર ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનોને મોકલી આપ્યો છે. સાથે જ મહાનગરપાલિકાને પણ આ પત્ર મોકલાશે. અટકાયતી પગલાનો ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરી રહી છે તેવું તેમણે કડક શબ્દોમાં લખ્યું છે.  

આ પણ વાંચો : હુરટીઓએ સરકારને સીધેસીધું સંભળાવી દીધું, ‘કોરોનાના કેસ વધારવામાં નંબર 1 રહેગા સુરત’

કયા કયા પોલીસ સ્ટેશન પર આરોપ મૂક્યા 
લિંબાયત, સચીન, પાંડેસરા, સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન, ડીંડોલી પોલીસ સ્ટેશન, અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશન