દાહોદ : ગુજરાતમાં કાગળ પર તો દારૂ બંધી જ છે પરંતુ ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ થતી જ હોય છે. તમામ પક્ષો દ્વારા દારૂના દરિયા વહાવવામાં આવતા હોય છે. જો કે દાહોદમાં દારૂની રેલમછેલનો મીડિયાના અહેવાલ આવ્યા બાદ દાહોદ જિલ્લામાં શરાબ સેવનના કથિત વિડીઓ બાબતે પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ સફાળુ જાગ્યું છે. પોલીસ દ્વારા તપાસના ધમધમાટ સાથે ખાંડા ખખડાવવાનું શરૂ કરી દેવાયું છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે ચૂંટણીના સમયે દાહોદ જિલ્લામાં કથિત શરાબ સેવનની પ્રવૃત્તિ બાબતે લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષકશ્રીને હકીકત ચકાસવા માટે તપાસ સોંપવામાં આવી હતી. વાયરલ થયેલા વિડીઓનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરી, તેના વિવિધ પાસાઓ તપાસી તેમાં થઇ રહેલી પ્રવૃત્તિ દાહોદ જિલ્લામાં જ થઇ છે કેમ? તે ઉપરાંત તેમાં રહેલા વ્યક્તિની ઓળખ મેળવવાની બાબતો માટે ફોરેન્સીક નિષ્ણાંતોની ટિમ પણ કામે લગાવવામાં આવી છે. જો કે તંત્રએ ખાંડા ખખડાવતા જણાવ્યું કે, સંડોવાયેલા કોઇ પણ આરોપીઓને છોડવામાં નહી આવે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ કેજરીવાલ કરી રહ્યા છે રોડ શો, તો બીજી તરફ તેમના 368 ઉમેદવારો ડિપોઝીટ થઇ છે જપ્ત


દાહોદનાં એક ગામમાં ભાજપની મીટિંગ બાદ દારૂ વિતરણનો વીડિયો વાયરલ થતા ખળભળાણ મચી ગયો છે. આ વીડિયો દેવગઢ બારીયા તાલુકાના જંબુસર ગામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યું છે. દાહોજ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને દાહોદ નગર પાલિકાની ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે. તેવામાં ભાજપની મીટિંગ બાદ ગામડામાં ખુલ્લેઆમ દારૂની બોટલે વહેંચવામાં આવી રહી હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 


ગુજરાતમાં 'આપ' જેવું કંઇ છે જ નહી! સુરતમાં તો કોંગ્રેસની સીટો ટીમ B ને ટ્રાન્સફર થઇ છે


અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સાંચે 5 વાગ્યાથી આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર જ કરી શકાશે. તેવામાં હવે ડોરટુ ડોર પ્રચારનાં નામે દારૂની પાર્ટીઓ થતી હોવાની એક વાત છે પરંતુ આજે તેનો જીવતો જાગતો પુરાવો પણ મળી ચુક્યો છે. ખુલ્લેઆમ ખોખાઓ ભરીને દારૂ ન માત્ર લાવવામાં આવ્યો પરંતુ તેનું નાગરિકો વચ્ચે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દારૂની વહેંચણી થતી હોય છે. ગ્રામ્ય સ્તરે તો ખાસ દારૂ અને નાસ્તાઓની મહેફીલો જામતી હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube