ગુજરાતમાં 'આપ' જેવું કંઇ છે જ નહી! સુરતમાં તો કોંગ્રેસની સીટો ટીમ B ને ટ્રાન્સફર થઇ છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ દિવસે પાટણ ભાજપ દ્વારા પાલિકાના 11 વોર્ડના 44 સભ્યોની શક્તિ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના પ્રગતિ મેદાન ખાતેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી બગવાડા દરવાજા ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી. સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. અહીં તેમણે તમામ નાગરિકોને ભાજપ તરફી મતદાન માટે અપીલ કરી હતી. પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

Updated By: Feb 26, 2021, 08:54 PM IST
ગુજરાતમાં 'આપ' જેવું કંઇ છે જ નહી! સુરતમાં તો કોંગ્રેસની સીટો ટીમ B ને ટ્રાન્સફર થઇ છે

પ્રેમલ ત્રિવેદી/પાટણ :સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ દિવસે પાટણ ભાજપ દ્વારા પાલિકાના 11 વોર્ડના 44 સભ્યોની શક્તિ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના પ્રગતિ મેદાન ખાતેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી બગવાડા દરવાજા ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી. સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. અહીં તેમણે તમામ નાગરિકોને ભાજપ તરફી મતદાન માટે અપીલ કરી હતી. પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

Mankind Pharma 500 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે, અમેરિકા જેવા દેશોમાં થશે એક્સપોર્ટ

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ દિવસે પાટણ ભાજપ દ્વારા રેલી અને જાહેર સભાનો કાર્યકમ આપવામાં આવ્યો હતો. જેમાં શક્તિ પ્રદર્શન રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી સભામાં ફેરવાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, જે વચનો આપવામાં આવ્યા હતા તે પૂર્ણ કરવામાં આવ્યા છે. કલમ 370, રામ મંદિર સહિતના વચનો પૂર્ણ થયા છે. જેને લઇ મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં વિજય થયો છે. આ પાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં પણ બહુમતી સાથે જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

Deendayal Port Kandla બનશે ગુજરાતના વિકાસનું હબ, કંડલા વાડીનાર વચ્ચે રો-રો ફેરી સર્વિસ પણ ચાલુ કરાશે

સી.આર પાટીલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ નબળી પડતા તેની સીટો આપમાં ટ્રાન્સફર થઇ છે. આપ દ્વારા કેજરીવાલ અને સુરતમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈને પ્રતિક્રિયા આપી હતી. સુરતમાં કોંગ્રેસના નબળા દેખાવને કારણે આમને મળી 27 સીટ આપના 59 ઉમેદવારોની સુરતમાં ડિપોઝીટ પણ જપ્ત થયી ગઇ છે. પાસના ઉમેદવારોને કોંગ્રેસમાંથી ટિકિટ નહી મળતા પાસમાં જોડાતા આ 27 સીટ મેળવી છે. બાકી આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઇ જ અસ્તિત્વ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube