અમરેલીઃ રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહને(Asiatic Lion) પજવણી કરવાની ઘટનાઓ અવાર-નવાર આવતી રહે છે. આજે મંગળવારે(Tuesday) ફરી આવો જ એક વીડિયો વાયરલ(Video Viral) થયો છે, જેમાં સડક પરથી પસાર થઈ રહેલા બે સિંહને(Lion) પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. દિવસ દરમિયાને બે સિંહ જ્યારે સડક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કારચાલકે તેમની પાછળ વાહન ચલાવીને તેમને પરેશાન કર્યા હતા. આટલું જ નહીં કારચાલકે તેમનો વીડિયો પણ ઉતાર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


વીડિયોમાં(Video) દેખાય છે તે મુજબ, સફેદ કલરની કારમાં બેસેલી એક વ્યક્તિ મોબાઈલમાં વીડિયો ઉતારી રહી છે. કારચાલક એક્સીલેટર દબાવીને વાહનનો અવાજ કરીને સિંહને ડરાવાનો પ્રયાસ કરે છે. કારમાં ત્રણથી ચાર વ્યક્તિ બેઠી હોય અને વાતો કરતા હોય એવો અવાજ આવી રહ્યો છે. 


કમોસમી વરસાદઃ કેશોદ, મેંદરડા, માળિયા હાટીના ભીંજાયા, 4-5 ડિસેમ્બર વરસાદની આગાહી


વીડિયો આવ્યા પછી વાહનચાલકને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગીરના સિંહ હવે સ્થળાંતર કરીને ચોટીલા તરફ પહોંચ્યા હોવાના સમાચાર આવ્યા હતા. શું સિંહોની આવી રીતે અવાર-નવાર કરાતી પજવણી તેમના સ્થળાંતર પાછળ જવાબદાર છે? 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....